________________
૧૨૮
વૈકાલિક આત્મવિજ્ઞાન ધ્યાનના ભેદોમાં મહત્ત્વનો ઊંચો ભેદ છે. કારણ કે પરમાત્મ તત્ત્વ પૂર્ણ જ્ઞાતા અને દૃષ્ય છે, માટે સાધક પણ કર્તા-ભોક્તા મટીને એટલે કે ઇચ્છા અને વિચારને છોડીને દૃશ્યથી જુદાં પડવા માટે દૃશ્યને સાથે ભળવું ન જોઈએ. આ રીતે આજ્ઞાચક્રમાં માનસિક ત્રાટક કરી ધ્યાન કરવાનું શરૂ કરીશું, એટલે પહેલાં કાળું ધબ દેખાશે ને એ પ્રમાણે સતત દર્શન કરવાથી તે કૃષ્ણવર્ણમાં તૂટફૂટ થશે, અને ક્રમિક વિકાસપ્રમાણે નીલવર્ણ જેવું દેખાશે, આગળ તે દર્શનને દૃઢ કરતાં કરતાં વર્ષાંતર થયા જ કરશે અને પરિણામે ૫૨મ ઉજ્જવલ, પરમ તેજસ્વી શ્વેત વર્ણ દેખાશે. આવો આ સાધનાનો પ્રયોગ છે.
હવે કયા સાધકે પૂર્વભવમાં કેવી સાધના કરી હોય અને ક્યાં સુધી પહોંચ્યો હોય તે કહેવું અશક્ય છે. તેથી તેની સાધના જ્યાં અધૂરી રહી હોય ત્યાંથી શરૂ થાય, એટલે ગમે તે વર્ણ દેખાય. વળી સાધનામાં જો ચઢઊતર થાય તો તે પ્રમાણે પણ વર્માંતર થાય. પરંતુ વર્ણદર્શનનો સાર એ છે કે સાધકે એ નિર્ણય કરવો કે જ્યારે જે વર્ણ દેખાય ત્યારે તે પૂરતું અજપાજાપરૂપે ધ્યાન થઈ રહ્યું છે. એ રીતે સતત અભ્યાસ કરી સાધકે આગળ વધવું અને અનુભવ કરવો. આ હકીકતની વાતો કરવાથી કાંઈ ન વળે પણ પ્રયોગ કરવાથી મળે. અહીં પ્રશ્ન એ ઉદ્ભવે કે પંચપરમેષ્ઠિના વર્ણમાં, સિદ્ધ પરમાત્મા, અશરીરી હોવાથી તેમના બીજી અપેક્ષાએ જે ૩૧ ગુણો વર્ણવ્યા છે એમાં અવર્ણ, અગંધ, અરસ આદિ ગુણો રહેલ છે, તો સિદ્ધ ભગવંતમાં લાલ વર્ણ કેમ આરોપાય ? સાધકને ઉપર જણાવેલ પ્રયોગની અપેક્ષાએ વર્ણન કરવામાં આવેલ છે, જેમ સૂર્યોદય વેળાએ જેને ઉષા કહેવામાં આવે છે તે વખતે સૂર્યનો વર્ણ રક્ત હોય છે, જે પછી શ્વેત બને છે, તે પ્રમાણે સાધકને ધ્યાનની પ્રક્રિયામાં વર્ણ દેખાય છે. જેવી રીતે પંચપરમેષ્ઠિના પાંચ વર્ણો છે તેવી જ રીતે ચોવીસે તીર્થંકર ભગવંતો પણ પંચ વર્ણમાં વહેંચાયેલાં છે.
જ
દોય રાતા જિનવર અતિ ભલા, દોય ધોળા જિનવર ગુણનીલા,, દોય નીલા, દોય શામળ કહ્યાં, સોળે જિન કંચન વર્ણ લહ્યાં.
સાધુ સાધનાની પ્રાથમિક ભૂમિકામાં હોવાથી એમનો રંગ કાળો સૂચવ્યો છે. વળી ધ્યાનની પ્રક્રિયામાં પણ સાધકને શરૂઆતમાં પ્રથમ કાળું ધબ દેખાય છે. ત્યારબાદ સાધનામાં વિકાસ થાય છે તેના નિર્દેશરૂપ ઉપાધ્યાયનો રંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org