________________
૧૨૬
વૈકાલિક આત્મવિજ્ઞાન ઇક્કો વિ. નમુક્કારો જિનવર વ સહસ્સ વદ્ધ માણસ્સ, સંસાર સાગરાઓ તારે ઈ નવા નારી વા.
પંચપરમેષ્ઠિના ભાવપદને ત્રણે યોગથી નમસ્કાર કરવા દ્વારા સર્વ પાપનો પ્રણાશ એટલે કે મૂળથી નાશ અર્થાત્ ક્ષય થાય છે. તેથી જ “સબૂ પાવપણાસણો કહેલ છે. નમસ્કાર કરવા દ્વારા સર્વ પાપના ડુંગરોને ઓળંગવાના છે. ખતમ કરવાના છે. પંચપરમેષ્ઠિની આરાધના એટલે પુણ્યના ડુંગરો ખડકવા એમ નથી સમજવાનું, પરંતુ પંચપરમેષ્ઠિને નમસ્કાર એટલે પાપોના ડુંગરોનો નાશ.
નમસ્કાર એટલે કે નમન અને નમન એટલે નમવું, અર્થાત્ ઊલટવું. મનને ઊલટાવવું એટલે નમ, તેમ મનને ઉલટાવવું એટલે કે મનને અમન કરવું. આમ નમવું એટલે પરિણમવું-તદરૂપ થવું. અર્થાત અમન થવું. અમન થવું એટલે ઇચ્છા રહિત થવું-નિરિહિં થવું. વ્યાકરણશાસ્ત્રના નિયમ પ્રમાણે મન” શબ્દનો અર્થ વિચારવું “To Think' એટલે કે બુદ્ધિ તત્વ છે. તે જ પ્રમાણે મનની ચંચળતાના અર્થમાં મન એ વિકલ્પ અને ઇચ્છાનું પોટલું છે. આમ નમસ્કાર એટલે કે નમન. એ અમન-ઇચ્છારહિત-નિરિહિ-પૂર્ણકામ બની પરમાત્મ સ્વરૂપનું પ્રાગટ્ય કરવાની ક્રિયા છે એથી જ તો શ્રીમદ્જીએ ગાયું
શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહિ એ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લો.”
શાસ્ત્રીય પરિપાટીથી પંચપરમેષ્ઠિમાં અરિહંત ભગવંત એ છે કે જેઓ અષ્ટ પ્રતિહાર્યો અને ચાર અતિશય મળી બાર ગુણોથી યુક્ત છે. જ્યારે આઠ કર્મોના ક્ષયથી પ્રગટેલા આઠ ગુણોથી યુક્ત છે તે સિદ્ધ ભગવંત છત્રીસ ગુણો ધરાવે છે તે આચાર્ય છે, પચીસ ગુણોને જે ધારણ કરે છે, તે ઉપાધ્યાય છે અને સત્તાવીશ ગુણોથી જે ગુણવાન છે, તે સાધુ છે. બધાં મળીને ૧૨ + ૮ + ૩૬ + ૨૫ + ૨૭ = ૧૦૮ ગુણો થતા હોવાથી નવકારમંત્ર ગણવાની માળા જેને નવકારવાળી કહેવાય છે તે માળાના કુલ મણકા અથવા પારા એકસો આઠ છે.
નવકારના પદ નવ છે અને પંચ પરમેષ્ઠિના ગુણોનો સરવાળો ૧૦૮ છે. તેના અંકોનો સરવાળો નવ છે કે જે નવનો આંક અખંડ અને અભંગ ગણાય છે. એ એક ગણિત ચમત્કાર છે કે નવના આંકને ગમે તે અંકથી ગુણીએ તો ગુણાકારની રકમનો આંકનો સરવાળો નવ જ આવશે. વળી નવના કોઠા પલાખા વિષે વિચારીશું તો ય જણાશે કે નવ નવે નેવું માં ૯૦ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org