________________
૧૦૮
સૈકાલિક આત્મવિજ્ઞાન વૈરાગ્યની પરાકાષ્ઠા વીતરાગતા-નિર્મોહતા છે, માટે જ અનશનના લક્ષ્ય નવકારશી થાય તો તમાચાર સારો થાય-નવકારશી સારી થાય, જિનકલ્પના લક્ષ્ય સામાયિક થાય તો સામાયિક સારું પળાય, શ્રુતકેવલીના લક્ષ્ય નવકારમંત્રાદિ સૂત્રનું અધ્યયન શરૂ થાય તો જ્ઞાનાચારમાં દ્વાદશાંગી સુધી પહોંચી શકાયચૌદપૂર્વી બની શકાય.
બીજ પૂરું ક્યારે થાય ? તો કે ફળ આવે-ફળ બેસે ત્યારે. એ જ પ્રમાણે ઉપરનું સર્વ સમજવાની જરૂર છે. સાધનામાં સાધકે સાવધ- અપ્રમત્ત રહેવાનું છે, બચતા રહેવાનું છે અને આગળ ધપતા રહેવાનું છે. ફળ-પરિણામ આવે નહિ ત્યાં સુધી ઝઝૂમતા રહેવાનું છે. યુદ્ધમાં જેમ સૈનિકનું લક્ષ્ય મરી જવાનું નહિ પણ મારી નાખવાનું હોય છે. તેમ અહીં મોહરણમાં મોહની સામેની લડાઈમાં મોહથી મૂર્ણિત થવામાંથી બચતા રહેવા મોહને હણવાનો છે. નિર્મોહી બનીએ નહિ, વીતરાગ થઈએ નહિ ત્યાં સુધી પંચમગતિ(મુક્તિ)ની પ્રાપ્તિના લક્ષ્ય પાંચે ઈન્દ્રિયોથી, પંચ પરમેષ્ટિના સાન્નિધ્યમાં-પંચમહાવ્રતની પાલન કરવા પૂર્વક પંચાચારનું સેવન જીવે-સાધકે પાંચે સ્વરૂપ શક્તિથી કરવાનું હોય છે. જ્ઞાન-દર્શન-તપ અને વીર્ય એ પાંચે સાધન પણ છે, અને સાધકનાં તે પાંચ સાધ્યો પણ છે. આ પાંચે ગુણો પરાકાષ્ઠાના કેળવવાથી સિદ્ધ થવાય છે. જ્યારે પાંચે સ્વરૂપ શક્તિનું પાંચ સ્વરૂપ ગુણોમાં પરિણમન થાય છે, પ્રાગટ્ય થાય છે.
આ પાંચે આચાર મનુષ્ય સર્વથી પ્રાપ્ત કરી શકવા શક્તિમાન છે. સંગ્નિ પંચેન્દ્રિય તિર્યંચના જીવોને દેશથી પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે દેવ અને નારકીના જીવોને માત્ર બે જ આચાર. જ્ઞાનાચારને દર્શનાચાર પ્રાપ્ત થઈ શકે છે. અસંશિ જીવોને તેમજ એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય સુધીના જીવોને એકેય આચાર પ્રાપ્ત થઈ શકતો નથી.
પુનર્જન્મ નથી જોઈતો-દેહ નથી જોઈતો, તો દેહભાવ છોડવો જોઈએ. દેહભાવ છોડવો તે સમ્યકત્વ છે. જે જ્ઞાનાચાર, દર્શનાચાર છે. કારણ કે દેહ એ હું નથી એવું જાણ્ય-આત્મા અને દેહ જુદા છે એવી જાણ થઈ તે જ્ઞાનાચાર છે. જયારે “દેહ એ હું નથી” ની ભાવના, અંતર્ગત “હું આત્મા છું' અને વળી આત્મા નિત્ય છે” અને “હું પરમાત્મ સ્વરૂપ છું' એવી દૃષ્ટિ થઈ. સ્વરૂપનું લક્ષ્ય થયું. અર્થાત્ મોક્ષની દષ્ટિ થઈ તે દર્શનાચાર થયો.
“દેહ એ હું નથી પણ “હું આત્મા, પરમાત્મા સ્વરૂપ છું એવી દૃષ્ટિ થઈ, દેહભાવ ગયો અને આત્મભાવ આવ્યો, અર્થાત્ દષ્ટિ અવળી મટી સવળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org