________________
૧૧૮
ત્રિકાલિક આત્મવિજ્ઞાન - પંચપરમેષ્ઠિ ભગવંતોને આનંદ સ્વયંના આત્મામાં છે. તેઓ સ્વરૂપ નિષ્ઠાવંત છે. તેથી તેઓનો પ્રેમ સમસ્ત વિશ્વ ઉપર, જીવ-અજીવ, સચરાચર સમગ્ર બ્રહ્માંડ ઉપર છે. તેઓનો પ્રેમ અસીમ છે. તેઓ જ્ઞાની છે અને તેથી સ્વરૂપને વેદે છે. જ્યારે આપણા વેદનનો આધાર અજ્ઞાનવશ આપણે પર પદાર્થને બનાવ્યો છે. તેથી પરપદાર્થમાંથી વેદન મળે છે એવું માનીએ છીએ અને તેમ સમજીએ છીએ, જેથી પર પદાર્થને આપણે સર્વરૂપ સમજીએ છીએ. પરિણામે તે પરપદાર્થ પૂરતો જ આપણા પ્રેમને સીમિત, સાંકડો અને રાંકડો બનાવીએ છીએ. એટલે જ આનંદસ્વરૂપી એવાં આપણે દુઃખી થઈએ છીએ. આનું કારણ આત્માનું અર્થાત્ સ્વ સ્વરૂપનું અજ્ઞાન છે. પોતાના આત્માના સાચા સ્વરૂપથી આત્મા અભાન છે. તેથી બેભાન બની, બેફામ બની ભમે છે. ચારે ગતિમાં ફંગોળાયા કરે છે. આ અજ્ઞાનને કારણે આત્મા દોષનું સેવન કરે છે. તેથી પાપ બંધાય છે અને પરિણામે દુઃખી થાય છે.
ભૌતિક ભોગના સાધનો કરતાં ભોક્તા એવા જીવની કિંમત વધારે છે. જીવ કરતાં સાપેક્ષ સત્યની કિંમત વધારે છે અને સાપેક્ષ સત્ય કરતાં નિરપેક્ષ પરમ સત્ય એવાં પરમાત્મ તત્ત્વની કિંમત વધારે છે. પરમાત્મ તત્ત્વની એના નામ સ્થાપનાદિ રક્ષા કરતાં ભૌતિક દુન્યવી સાધનોનો જીવ સ્વયંનો અને સાપેક્ષ સત્યનો ભોગ આપવાની તૈયારી રાખવી જોઈએ.
“પરમ પંચ પરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવંત; ચાર નિક્ષેપ, ધ્યાઈએ નમો નમો શ્રી જિનભા.”
ચારે નિક્ષેપોથી ભગવાનને ભજવાં એટલે મતિજ્ઞાનમાં તેની વિસ્મૃતિ ન થાય અને સ્મૃતિ કાયમ બની રહે. એ ચાર ભેદ નીચે પ્રમાણે છે. નામ નિક્ષેપોથી નામસ્મરણ, સ્થાપના નિક્ષેપોથી દર્શનસ્મરણ, દ્રવ્ય નિક્ષેપોથી પરમાત્મા જીવન, કથાશ્રવણ સ્મરણ અને ભાવ નિક્ષેપોથી કર્મક્ષય (આઠ કર્મના નાશ)થી પ્રગટ થયેલ શુદ્ધ સ્વરૂપ સ્મરણ.
પરમાત્મ તત્ત્વ નિરાલંબન, સ્વાધીન અને અનૈમિત્તિક અને નિરપેક્ષ એવું પૂર્ણ તત્ત્વ છે. જેમ સો (૧૦૦) ની સંખ્યામાં નવ્વાણું (૯૯)ની સંખ્યા સમાય પણ ૯૯માં ૧૦૦ નહિ સમાય તેમ અપૂર્ણતત્ત્વ પૂર્ણતત્ત્વમાં સમાય પણ અપૂર્ણ તત્ત્વમાં પૂર્ણ તત્ત્વ નહિ સમાય.
બાહ્યદશ્યની જે જે સુંદરતા છે તેના ઉપાદાન અને નિમિત્ત કારણમાં જીવ ભાવ છે. જે જીવ ભાવમાં શ્રેષ્ઠ ભાવ પંચપરમેષ્ઠિ પાસે છે. માટે એમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org