________________
સ્વરૂપમંત્ર
૧૧૭. સમૂહરૂપ છે. અરિહંત સિદ્ધ પરમાત્માનું કેવલજ્ઞાન મહાસાગરરૂપ છે. જ્યારે આચાર્યો, ઉપાધ્યાયો, સાધુ ભગવંતો અધ્વવસાય સ્થાનકરૂપી શ્રતનદીઓ છે. શ્રુતજ્ઞાન સરિતા છે જે મહાસાગરમાંથી નીકળે છે અને મહાસાગરમાં ભળે છે. સુંદર સુંદર ભાવો અધ્યવસાયરૂપ નદીઓ છે.
અરિહંત સિદ્ધ પદ એ નિર્વિકલ્પ દશા, નિર્વિકલ્પ બોધ છે, જે નિરપેક્ષ શુદ્ધ સ્વરૂપ સમજાવસ્થા છે. સંકલ્પ-વિકલ્પ રહિત એવી નિર્વિકલ્પ સહજાત્મ સ્વરૂપ આનંદાવસ્થા એટલે અરિહંત અને સિદ્ધની અવસ્થા. એ સાધકનું સાધ્ય છે, ધ્યેય છે, સાધ્યની અવસ્થા છે, સાધ્યનું સ્વરૂપ છે. જ્યારે આચાર્ય-ઉપાધ્યાયસાધુપદ એ સાધ્યના લક્ષ્ય સાધકની સાધકાવસ્થા છે. સાધ્યના સ્વરૂપને સાધનામાં ઉતારી તે મુજબ જીવવું તે જ સાધકની સાધના છે. માટે જ જેટલું નિર્વિકલ્પદશામાં અર્થાત્ સ્વભાવ દશામાં જીવી શકાય તેટલું તેટલું નિશ્ચયથી સાધુપણું છે. બાહ્ય ચારિત્ર પાલનનો આ જ મહત્ત્વનો ભેદ ભવિ અને અભવિ વચ્ચે છે.
પંચપરમેષ્ઠિનું સ્વરૂપ એ પ્રત્યેક જીવનું સ્વ સ્વરૂપ છે. એટલે કે સ્વ ગુણપર્યાય છે. જ્યારે પંચપરમેષ્ઠિ વ્યક્તિએ સજાતિય પર દ્રવ્ય છે. પંચપરમેષ્ઠિનો શબ્દાર્થ એ જ જગતમાં સત્યજીવન છે. વિરોધી પદાર્થના સંયોગનો નાશ કરવો અથવા પુદ્ગલથી સર્વથા જુદાં પડવું તેનું જ નામ “અરિહંત” અને ફરી પાછા મુગલસંગી (દેહરૂપી પુદગલાવરણને ન ધારણ કરવા), ન બનવું તેનું નામ “સિદ્ધ'. સિદ્ધ જ સાચા દિગંબર છે કેમ કે એમને દેહાંબર પણ નથી.
અંતિમ સિદ્ધને કાર્યસિદ્ધ કહેવાય. સિદ્ધ પરમાત્માને સિદ્ધ એટલા માટે કહેલ છે કે ત્યાં આત્યંતિક એવી અંતિમ સિદ્ધિ છે. જે થયા પછી કાંઈ થવાપણું, કરવાપણું, કે બનવાપણું આગળ રહેતું જ નથી. સિદ્ધાવસ્થામાં જતન, પતન, વિકૃતિ-અવનતિ; કે ઉત્થાન (સંસ્કૃતિ-ઉત્કર્ષ-ઉન્નતિ) હોતા નથી. જતનમાં પરાધીનતા છે; વિકૃતિમાં પતનમાં મલિનતા છે અને સંસ્કૃતિ ઉત્થાનમાં ઊણપઅભાવ-અપૂર્ણતા છે. આમાંનું સિદ્ધને કશું ય હોતું નથી.
“અરિહંત” અને “સિદ્ધ પદ સાથે આપણું સ્વરૂપ ઐક્ય છે. તેમજ જાતિ ઐક્ય છે. જાતિથી અરિહંત, સિદ્ધ અને આપણે સહુ જીવ જાતિનાચૈતન્ય જાતિના છીએ. પુદ્ગલ જડ જાતિનું છે. તેમ આપણે ચૈતન્ય જાતિના છીએ. અરિહંત અને સિદ્ધ અવસ્થાને પામેલ વ્યકિતનું પરમાત્મસ્વરૂપ પ્રગટ છે. જ્યારે આપણું પરમાત્મ સ્વરૂપ સત્તામાં છે પણ વેદનમાં નથી જે આપણે આવરણ હઠાવી, કર્મના પડળો દૂર કરી પ્રગટાવવાનું છે. અનુભવને વેદનમાં લાવવાનું છે તે માટે અરિહંત અને સિદ્ધ પદને, નમસ્કાર કરીને આપણે પણ તે સ્વરૂપે પરિણમવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org