________________
વૈકાલિક આત્મવિજ્ઞાન
ચારેય આચારની પાલનામાં રસ રેડવાપૂર્વક પ્રતિદિન વધુ ને વધુ આગળ વધવું, વૃદ્ધિ કરવી-વિકાસ સાધવો અર્થાત્ વીર્ય ફોરવવું તે વીર્યાચાર ની પાલના છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર ને તપાચારમાં જે ભિન્ન ભિન્ન શક્તિની તરતમતા છે તે જ વીર્યાચાર છે. સાધકાવસ્થામા વીર્યશક્તિમાં તરતમતા-ભેદ હોય છે. પરંતુ સિદ્ધાવસ્થામાં જે અનંત શક્તિ છે, તે અનંતવીર્ય છે જે સર્વ સિદ્ધભગવંતોને સર્વકાળમાં સાદિ અનંતુ એક સરખા ભેદે છે.
વીર્યંતરાયકર્મનો ક્ષયોપશમ એ જીવનો વિકાસ છે. વીર્યંતરાય કર્મના ક્ષયથી અનંતવીર્ય પ્રગટે છે. વીર્ય ફોરવવાનું છે અને વીર્યની તાકાતથી મોહનીયકર્મનો ક્ષય કરવાનો છે. જિજ્ઞાસા-પિપાસા એ જ્ઞાનતત્ત્વ છે, એ ગ્રાહકતા છે. જ્યારે તીવ્રતા-એકાગ્રતા-દઢતા તરવરાટ-થનગનાટ-તમન્ના; મરી ફીટવાની ભાવના એ વીર્યંતરાયના ક્ષયોપશમનાં લક્ષણો છે.
આ વીર્યાચારની શરૂઆત જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર ને તપાચારમાં જોડવાથી છે, અને તેની પૂર્ણાહૂતિ શ્રુતકેવલપણાની પ્રાપ્તિથી અભેદદૃષ્ટિસમદ્રષ્ટિ, જિનકલ્પાવસ્થા અને અનશન તપથી છે. ફળસ્વરૂપ પરાકાષ્ઠામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર-અનંત સુખ અને અનંતવીર્યની પ્રાપ્તિ થવી તે શિખર છે.
૧૦૬
વીર્યંતરાયનો ક્ષયોપશમ ક્યાં ફોરવવાનો છે ? એક તો પરિષહ-ઉપસર્ગ સમયે અશાતા વેદનીયની અસર સમભાવ પૂર્વક સહન કરવામાં વીËતરાયકર્મનો ક્ષયોપશમ કરવાનો છે. તે જ પ્રમાણે સ્વયંના અજ્ઞાન અને મોહદશાને પણ જોઈજોઈને ખતમ કરવામાં વીર્યંતરાયકર્મનો ક્ષયોપશમ કરવાનો છે.
અજ્ઞાન અને મોહને ટકાવવામાં કાંઈ મહેનત કરવી પડતી નથી. પરંતુ અજ્ઞાન અને મોહને કાઢવા મહેનત કરવી પડે છે, અને તેવી મહેનત કરવા પ્રયત્ન કરવો તેનું જ નામ શક્તિને ફોરવવી, એટલે કે વીર્યંતરાયનો ક્ષયોપશમ કરવો. અશાતા વેદનીયમાં આત્મા પીડાતો હોય ત્યારે સમભાવ ટકાવી રાખવા, આર્તધ્યાનથી બચવા અને ધર્મધ્યાન ટકાવી રાખવા, તેમજ આગળ વધી શુકલધ્યાનમાં ચઢવાને માટે પણ આત્મશક્તિ-આત્મબળ વિકસાવવું પડે છે. જે પણ વીર્યંતરાયનો ક્ષયોપશમ છે. આવો વીર્માંતરાયનો ક્ષયોપશમ કરવો તેનું જ નામ વીર્યાચાર.
પાંચ અસ્તિકાયમાં સ્વ-સ્વરૂપ સ્વભાવ તે તે અસ્તિકાયની સ્વશક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org