________________
૧૧૩
સ્વરૂપમંત્ર ચાહતો હોય યા તો સહન કરી શકતો હોય ? જીવ માત્ર અંદરથી પોતાથી વિરુદ્ધ પદાર્થનો વિરોધી છે અને અસહિષ્ણુ છે. વિશ્વમાં જ્યાં સુધી પોતાથી વિરોધી તત્ત્વ અથવા પ્રતિકૂળ તત્ત્વ હોય ત્યાં સુધી પોતાની અસિધ્ધિને જ અનુભવતો હોય છે. આ રીતે જીવ માત્ર અભાવમાં જ જીવતો હોય છે. બહારથી પ્રાપ્ત વસ્તુ તો માત્ર ભાસરૂપ જ હોય છે. એવો કોણ છે કે જે પોતાની દૃષ્ટિની સિદ્ધિને ઇચ્છતો ન હોય અને અસિદ્ધ રહેવા માંગતો હોય ? આનો આંતરિક લક્ષ્ય અર્થ તો એ થયો કે જીવ માત્ર અંદરમાં સિદ્ધત્વનું જ વણાટ કરી રહ્યો છે. સર્વ કોઈ સર્વ પ્રકારની સર્વ સિદ્ધિને ઇચ્છે છે-સર્વસિદ્ધિ સિદ્ધ થયા વગર પ્રાપ્ત થવી શક્ય નથી. વળી સિદ્ધ તે જ હોઈ શકે કે જેનો કોઈ શત્રુ અર્થાતુ અરિ નથી.
“અરિ થી હણાયેલો અરિહત છે, જ્યારે “અરિ ને જેણે હણી નાખ્યો છે તે “અરિહંત છે. પ્રશ્ન એ થાય કે શત્રુ કોણ ? પુદ્ગલ દ્રવ્ય આત્મદ્રવ્યથી વિરુદ્ધ ગુણધર્મવાળું છે. જે વિરુદ્ધ છે તે દુશ્મન અર્થમાં છે, તે શત્રુ છે માટે પુદગલ એ શત્રુ છે, અરિ એવાં પુદ્ગલ દ્રવ્યના સંયોગ સંબંધનો અભાવ કરવાનો છે, એટલે કે દેહાતીત (અશરીરી) અને કર્માતીત (કર્મરહિત નિરંજન) થવાનું છે. તે જ મુજબ પુદ્ગલસંગે પોતામાં રહેલ રાગ દ્વેષ આદિ પોતાના જ હોવા છતાં તે વડે પોતાને મલિન વિકૃત કરી રહ્યો છે તે પણ અરિ રૂપ છે, અને તેને પણ હણી નાંખવાના છે. આવા આ ઉભય પ્રકારના બહિરંગ (પુદ્ગલદ્રવ્ય) અને અંતરંગ (રાગ-દ્વેષ) અરિઓને જેણે હણી નાખ્યા છે તે “અરિહંત' છે.
- રાગને કારણે મોહ, માયા, મમતા, લોભની ઉત્પત્તિ છે અને રોગીને જ્યાં રાગ નથી ત્યાં વૈષ છે જેના કારણે માન અને ક્રોધની ઉત્પત્તિ છે. કોઈપણ એક સામાન્ય દોષમાંથી પણ સર્વદોષની ઉત્પત્તિની શક્યતા છે. આજ અંદરના રાગ-દ્વેષ, ક્રોધ, માન, માયા, મમતા, લોભને કારણે બહારના બીજા જીવો સાથે અર્થાત પરસ્પર શત્રુતા છે, તો બહારના શત્રુઓને હણ્યા વગર તેમને મિત્ર બનાવવા હોય અને અજાતશત્રુ અર્થાત્ સર્વમિત્ર થવું હોય તો અંતરમાં અંતરના શત્રુઓને હણવા પડે અને “અરિહંત' બનવું પડે, એ બનવાની ઇચ્છા એવો કોણ છે જે ન રાખતો હોય ? સહુને સહુ કોઈ પોતાના મિત્ર બની શકે તે પસંદ છે અને નહિ કે શત્રુ.
જગતનું એવું સ્વરૂપ નથી કે જીવ સંખ્યા માત્ર એક છે. જીવની જાતના બે વિભાગ સંસારી અને સિદ્ધ. ઉભયમાં જીવો અનંત છે. સંસારી જીવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org