________________
૧૧૨
વૈકાલિક આત્મવિજ્ઞાન
પ્રકાશ એ નમસ્કારનું અસાધારણ ફળ છે. નમસ્કારની ક્રિયામાં શ્રદ્ધા, વિશ્વાસ અને એકાગ્રતા વધારે છે. શ્રદ્ધાથી એકલક્ષ્યતા, વિશ્વાસથી સર્વાર્પણતા અને અભેદતાથી ચિત્ત (બુદ્ધિ)ની સ્થિરતા-એકાગ્રતા વધે છે.
નમસ્કારમાં અહંકાર વિરુદ્ધ નમ્રતા છે. પ્રમાદ વિરુદ્ધ પુરુષાર્થ છે. હૃદયની કઠોરતા વિરુદ્ધ કોમળતા છે. ઉપકારીના પ્રતિ કૃતજ્ઞતા છે. નમસ્કારના કારણે એક બાજુ મનની વાસના અને બીજી બાજુ ચિત્તની ચંચળતા દૂર થવાની સાથે જ્ઞાન ઉપરનું ઘોર આવરણ (અજ્ઞાન) ટળી જાય છે અર્થાત્ દૂર થાય છે.
અઘાતીકર્મની પાપપ્રકૃતિના ઉદયને પુણ્યપ્રકૃતિમાં ફેરવી આપે છે એ નમસ્કાર મહામંત્રનો પ્રભાવ છે. જ્યારે પરંપરાએ ઘાતીકર્મના ક્ષય પૂર્વક પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિ રહિત થવાય છે, તે નમસ્કાર મહામંત્રનો સ્વભાવ છે. નમસ્કાર મહામંત્રના પ્રભાવથી વિઘ્નો દૂર થાય છે. જ્યારે નમસ્કાર મહામંત્રના સ્વભાવથી વ્યક્તિ સ્વયં કેવલજ્ઞાની, અરિહંત પરમાત્મા બની જાય છે. પ્રભાવ એ ચમત્કાર છે, મહિમા છે, અતિશય છે. જ્યારે સ્વભાવ એ સ્વરૂપ પરિણમન છે. પ્રભાવ સ્થૂલ કારણ-કાર્ય ભાવની બુદ્ધિને કુંઠિત કરી નાંખે છે.
શંખેશ્વર પાર્શ્વનાથ અંતરિક્ષ પાર્શ્વનાથ શબ્દમાં ‘શંખેશ્વર’ અને ‘અંતરિક્ષ’ એ બનાવરૂપ પ્રભાવ છે જ્યારે લોકાગ્ર શિખરારૂઢ પાર્શ્વનાથ પરમાત્મ તત્વ એ સ્વભાવ છે. તીર્થંકર ભગવંતના પ્રાતિહાર્યો અને અતિશય એ એમનો પ્રભાવ છે, જ્યારે કેવલજ્ઞાન એ સ્વભાવ છે.
એના નવ પદ હોવાથી તે ‘નવકારમંત્ર’ તરીકે પણ પ્રસિદ્ધ છે. એની વિશિષ્ટતા એ છે કે એમાં જે નમસ્કાર કરવામાં આવેલ છે, તે કોઈ વ્યક્તિ વિશેષને નહિ, પરંતુ ગુણ-પર્યાયને નમસ્કાર કરવામાં આવેલ છે. પદને-ગુણને નમસ્કાર કરવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ વિશેષને નમસ્કાર નથી અને તેથી જ આ મહામંત્રને ‘સ્વરૂપમંત્ર’ કહેલ છે. માટે જ તે મંત્ર સાંપ્રદાયિક નથી. જીવમાત્રના મૂળ સત્ય સ્વરૂપને કહેનાર શબ્દરૂપ કલ્પવૃક્ષ છે, જે સહુ કોઈને લક્ષ્ય કરવા યોગ્ય છે. એટલું જ નહિ પણ તે જીવ માત્રની માંગ છે-ચાહ છે. પછી તે જીવ ચાહે તે શાબ્દિક ધર્મનો હોય, જાતિનો હોય કે ચાહે તે દેશનો હોય. નમસ્કાર મહામંત્રને જાણતો હોય કે ન જાણતો હોય પણ પ્રત્યેક માનવ જાણે કે અજાણે નમસ્કાર મહામંત્રના ભાવને જ ચાહી રહ્યો છે, માંગી રહ્યો છે, પ્રાર્થી રહ્યો છે.
ન
એવો કોણ છે જે વિશ્વની અંદર પોતાથી વિરુદ્ધ યા પ્રતિકૂળ પદાર્થને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org