________________
૧૧૪
વૈકાલિક આત્મવિજ્ઞાન
બીજા સંસારી જીવોની સાથે અને જીવોની વચ્ચે રહેવું પડે અને જીવન જીવવું પડે. તેથી જ પરસ્પર એકબીજાના જીવનનો આધાર થઈને અને આધાર લઈને જીવવું પડે એવો અટલ નિયમ છે. આ નિયમથી જીવનું જીવ પ્રત્યેનું આચરણ અને વર્તન સિદ્ધ થાય છે.
પરસ્પર ઉપગ્રહો જીવનામ્
આચરણ અને વર્તન બે પ્રકારના હોઈ શકે છે. સર્તન-સદાચાર અને અસર્તન- દુરાચાર. પરસ્પર સદવર્તન વડે જ જીવ, જીવની સાથે સત્ય અને પ્રમાણિક જીવન જીવી શકે છે, કે જે તેને પોતાના પરમ સ્વરૂપ સુધી લઈ જાય છે, પરમ સ્વરૂપ સુધી પહોંચાડે છે. એજ ‘અરિહંત' અને ‘સિદ્ધ’ શબ્દનો વાસ્તવિક અર્થ છે.
એક વ્યકિતને સો મિત્ર હશે અને એક શત્રુ હશે તો તે એક શત્રુ ચોવીસે કલાક યાદ આવશે, પણ મિત્ર યાદ નહિ આવે. અને એક વ્યકિતને ઘણા સંયોગ અનુકૂળ હશે અને એક સંયોગ પ્રતિકૂળ હશે તો તે પ્રતિકૂળ સંયોગ નિત્ય સ્મરણરૂપ બની રહેશે. અંદર ઊંડાણમાં સૂક્ષ્મ રીતે અવગાહન કરીશું તો આપણને ખાતરી થશે કે ‘અરિહંત' અને ‘સિદ્ધ' શબ્દના અર્થની જ માંગ આપણા સહુ કોઈની છે. આમ જેણે સિદ્ધ બનવું હશે એણે અરિહંત થવું પડશે અને તે માટે જીવ માત્ર પ્રત્યે સર્તન કરવા રૂપ સદાચારી બનવું પડશે. દયા, દાન, સેવા, પ્રેમ, કરુણા, મૈત્રી, માધ્યસ્થતા, ક્ષમા, ઉપેક્ષા, પ્રમોદ (ગુણાનુરાગ) આદિ ગુણો કેળવવા પડશે. અનાચાર, દુરાચારથી દૂર થવું જોઈશે. એ માટે આચાર-અનાચાર, સદાચાર-દુરાચારનો વિવેક કરવો પડશે. એ વિવેક કરવા માટે અજ્ઞાન હઠાવવું પડશે.અને જ્ઞાન મેળવવું જોઈશે, તે માટે કરીને વિનયી બની નમ્રતાપૂર્વક ઉપાધ્યાય-અધ્યાય [વિદ્યાગુરુ-શિક્ષક] પાસે જઈને અધ્યયન કરવું પડશે. અધ્યયન માટે સાધના કરવી પડશે. બાધક મટી સાધક થવું પડશે.
દુર્જન-દુષ્ટ મટી સજન-સાધુ થવું પડશે અને અન્ય સાધકની સંગતમાં, સત્સંગમાં સહન કરતાં શીખીને તેમજ સહાયક બનીને અને સહાય લઈને સાધનાપંથે આગળ વધવુ પડશે. એ માટે જ ‘ણમો લોએ સવ્વસાહુણં’ પદથી સાધુ માત્રને અર્થાત્ સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર કરેલ છે અને તેથી જ પોતાના જીવનમાં સાધુરૂપ સાધક અવસ્થાની આવશ્યકતા એકાંતે ઊભી થાય છે. પરમાત્માની દ્રવ્યપૂજા ઔચિત્ય સહિત, નમ્રતાથી, વિનયપૂર્વક કરવાની છે. ત્યારબાદ શાન અને પ્રકાશ વડે ભાવપૂજા કરતાં મન અને બુદ્ધિ ભાવપૂજામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org