________________
૧૦૨
વૈકાલિક આત્મવિજ્ઞાન અધર્મ સમજવાના છે. મનને છોડીને માત્ર કાયિક ક્રિયાઓ માત્રથી અધ્યાત્મ પ્રાપ્ત થવાનું નથી. એ માત્ર બાહ્ય દૃશ્ય રૂપ ધર્મક્રિયા બની રહેશે. એનાથી ધર્મની પ્રાપ્તિ નહિ થશે.
સમિતિ-ગુપ્તિમાં સમિતિનાં પાલનમાં મન-વચન-કાયાના જે સક્રિય યોગો છે, તેની ક્રિયામાં શુભાશુભનો વિવેક રાખવાનો છે. સાવદ્ય ક્રિયા છોડી નિરવદ્ય ક્રિયા કરવાની છે. જ્યાં સુધી ભેદ સ્વરૂપમાં છીએ ત્યાં સુધી સાધકે હેય ઉપાદેયનો વિવેક કરી આચરણા કરવાની છે. હેય-ઉપાદેય કદી સમાન નથી. સિદ્ધ થયાં પછી હેય ઉપાદેય અવસ્થાનું વિસર્જન છે. મનને અશુભ પ્રવૃત્તિથી નિવૃત્ત કરવું. મનથી શુભપ્રવૃત્તિ સહજ બની જવી જોઈએ. એમ થાય તો સાધકે તેટલી સાધના કરી ગણાય. અભય-અખેદ-દ્વેષ ગુણ જે છે તે મને પ્રાપ્ત કરવાના છે. ભય-ખેદ-દ્વેષ જ્યાં સુધી હોય ત્યાં સુધી અજ્ઞાનતાનું સામ્રાજ્ય સમજવું. ભય-ખેદ-દ્વેષ એ ભ્રમ અને ભૂલવાળી દશા છે. ‘હું દેહ છું’એ ભ્રમ અને ભૂલ છે. તે અજ્ઞાન ભયરૂપ છે. ભય-ખેદ-દ્વેષ સંસારમાં સહજ છે. અધ્યાત્મમાં તે અસહજ છે, મહાન ભૂલરૂપ છે.
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ ચારિત્રાચાર છે જેને બળ આપનાર પાંચ મહાવ્રત છે : (૧) કોઈ પણ જીવની હિંસા કરવી નહિ. (૨) અસત્ય બોલવું નહિ. (૩) ચોરી કરવી નહિ. આપ્યા વગર-આજ્ઞા વગર-મંજૂરી વગર કોઈનું કશું લેવું નહિ. (૪) બ્રહ્મચર્યનું પાલન અને (૫) પરિગ્રહનો ત્યાગ.
સંયમી સાધુ ભગવંતને પરિગ્રહ હોતો જ નથી. એ અપરિગ્રહી હોવાથી ચોરી, જૂઠ કે હિંસાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી અને કામના કાંઈ છે નહિ તેથી બ્રહ્મચર્ય સહજ જ બને છે.
આમ ચારિત્રાચારની પાલનાથી અસદ્ આરંભ અને પરિગ્રહના પાપમાંથી મુક્તિ મળે છે તેનું જિનકલ્પના લક્ષે સામાયિકવ્રતના પાલનથી સેવન કરવું જોઈએ.
અત્રે એક સ્પષ્ટતા એ કરવાની કે જૈન ધર્મ એટલે અહિંસાધર્મ' એવી જે માન્યતા છે તે બરોબર નથી. વાસ્તવિક તો જૈન ધર્મ એ પંચાચાર ધર્મ છે અને અહિંસા એ તો પંચાચાર ધર્મના ભેદ ચારિત્રાચારનો એક પેટાભેદ છે.
તપાચાર ઃ
ચોથા તપાચારની પ્રતિજ્ઞા એ છે કે.....‘જો શરીર હું નથી તો ઇન્દ્રિયોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org