________________
પંચાચારની વિશિષ્ટતા રહેલો સંસાર ભાવ ચાલ્યો જશે અને બ્રહ્મભાવ પુષ્ટ બનશે. ચડતા પરિણામની જેટલી કિંમત છે તેટલી ચઢેલાનાં પડતાં પરિણામની કિંમત નથી.
- સંયોગને વિયોગરૂપે જોવા અને “છે તેને “નથી” ગણવાં અર્થાતુ ભાવમાં અભાવ જોવો તે અનિત્યભાવના છે. | સ્વરૂપનું અભાન છે, તે અજ્ઞાન છે. અવિદ્યા છે. મિથ્યાત્વ છે. દેહ છે ત્યાં સુધી જીવ માત્ર પરત્વે દ્રવ્યાનુકપ્પા અને ભાવાતુકમ્મા કરવાની છે.
આત્મવત્ સર્વે ભૂતેષુ, શ્યપસ્યતિ સઃ પશ્યતિ” એ બહુ ઊંચો વિકલ્પ છે. આ ભાવ બરોબર આવે તો મોહનીયના ભાવો રહે નહિ અને ટકે નહિ.”
પુગલ સ્વરૂપે જીવવું અને સ્વસ્વરૂપને ભૂલવું તે અપરાધ છે પરંતું સ્વસ્વરૂપની પ્રાપ્તિ માટે પુદ્ગલને સાધન બનાવી જીવવું તે કળા છે.
પુદ્ગલદ્રવ્ય એ મમતાનું કારણ છે, તેમ પુદ્ગલદ્રવ્ય એ સાધકને સાધનાનું સાધન પણ છે. જે ખાડાખબાડામાં પડ્યા હોઈએ તે જ ખાડાખબાડાનો ટેકો લઈ એમાંથી બહાર નીકળવું પડે છે, પુદ્ગલની મમતાને પણ પુગલના જ બનેલાં સાધનોનું આલંબન લઈ ખતમ કરી શકાય છે.
પરમાત્મા સર્વના છે એટલે પરમાત્મા મારા પણ છે ! પરમાત્મા સર્વરૂપ છે એટલે મારે બીજું કાંઈ નહિ સિવાય કે પરમાત્મા ! પરમાત્મા સર્વત્ર છે એટલે બધે જ બધામાં જ પરમાત્મા જોવા, અને પરમાત્મા સર્વકાલીન છે એટલે હરસમયે પરમાત્મા જોવા એ આપણો દર્શનાચાર છે. ચારિત્રાચાર -
ત્રીજા ચારિત્રાચારની પ્રતિજ્ઞા એ છે કે દેહ નથી” અને તેના સંકલ્પમાં આરંભ-પરિગ્રહનો ત્યાગ છે. એની શરૂઆત સામાયિકવ્રતથી થાય છે. પૂર્ણાહૂતિ જિનકલ્પવ્રતમાં થાય છે. ફળસ્વરૂપ યોગાતીત સિદ્ધાવસ્થા કે જે પરમ સ્થિર અવસ્થા છે તેની પ્રાપ્તિ થવી તે શિખર છે.
આ આચારના પાલનથી અસદુ આરંભ અને પરિગ્રહના પાપમાંથી મુક્તિ મળે છે. શરીરને ટકાવવા માટે, માત્ર દેહ-ધર્મ પૂરતાં જ ખાવાપીવાપહેરવા તથા રહેવા જગા મેળવવી તે સંયમ. તેથી વિશેષ હોય તો અસંયમ. મનને જરૂર પૂરતાં સદવિચારો હોય તો સંયમ. કોઈના અહિતને કરનારા તથા શરીર વિષેથી વિચારો આર્ત-રૌદ્ર ધ્યાન અને નિરર્થક-નકામા જેનું પરિણામ નથી– વિચારો કરવા તે અસંયમ.
મન-વચન-કાયાના યોગનો ખપ પૂરતો જ ઉપયોગ કરવો તે સંયમ, વિશેષ થી અસંયમ. આને જ ત્રણ ગુપ્તિ કહી, કે જે મનોગુપ્તિ, વચનગુપ્તિ કે કાયગુપ્તિ છે. મન-વચન-કાયાના યોગને ગોપવવા-ગુપ્ત રાખવા અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org