________________
પંચાચારની વિશિષ્ટતા જીવ માત્ર શ્રમ-શ્રદ્ધા અને બુદ્ધિપૂર્વક જીવે છે. જીવ માત્ર ક્ષણ પછીના આયુષ્યના જીવનનો વિશ્વાસ રાખી આશા-શ્રદ્ધા રાખી જીવે છે અને જીવંત રહેવાની ચેષ્ટા કરે છે. શ્રમ કરે છે. એટલું જ નહિ, તે માટે થઈને વિચાર પૂર્વક વર્તન કરે છે. આ ત્રણ શક્તિ કેવળ જીવવામાં ખર્ચાય છે, તે સંસારમાર્ગ છે. આ જ શ્રમ-શ્રદ્ધા-અને બુદ્ધિ જ્યારે મોક્ષના લક્ષ્ય કાર્યરત થાય છે ત્યારે શ્રદ્ધા સમ્યગ્દર્શન બને છે, બુદ્ધિ સમ્યજ્ઞાન બને છે અને શ્રમ વર્તન એ સમ્યગુ ચરિત્ર બને છે. તેથી જ “સમ્ય જ્ઞાન દર્શન ચારિત્રાણિ મોક્ષમાર્ગ કહેવાય છે જ્યારે પૂર્ણજ્ઞાન દર્શન ચારિત્રાણિ મોક્ષ છે. દર્શનાચાર -
બીજા દર્શનાચારની પ્રતિજ્ઞા એ છે કે પરમાત્મ ભગવંત-તીર્થકર ભગવંતઅવિનાશી તત્ત્વ સિવાય મારું કાંઈ નથી અને સર્વ જીવો બ્રહ્મસ્વરૂપી સિદ્ધસ્વરૂપી છે.
“ અયમ આત્મા બ્રહ્મ ”
આ દર્શનાચારની શરૂઆત દેવગુરુના દર્શન-વંદન-પૂજનથી થાય છે, અને પૂર્ણાહૂતિ જીવમાત્રને સચરાચર સૃષ્ટિ સમગ્રને પરમાત્મ સ્વરૂપ લેખવામાં થાય છે, અને પરાકાષ્ટામાં ફલસ્વરૂપ કેવલદર્શનની પ્રાપ્તિ તે તેનું શિખર છે-લક્ષ્ય છે. | દર્શન એટલે જોવું બધું પરંતું હૃદયમાં સ્થાન તો માત્ર અવિનાશી એવા પરમાત્મ તત્ત્વનું જ હોય. દર્શનાચારમાં સંકલ્પ એ છે કે જિનેશ્વરે ભગવંતે સ્થાપેલ ચતુર્વિધ સંઘમાં ભળીને એની સેવા કરવી તથા જિનમંદિર-જિનમૂર્તિને જિનાગમનો સાધનરૂપે પ્રચાર-પ્રસાર ને વિસ્તાર કરવો. અનુકંપાના પાલનમાં દીનહીન દુઃખી જીવો પર દયા રાખી દાન-સેવા દ્વારા પરોપકાર કરવો. મનુષ્યો અને તિર્યંચ પંચેન્દ્રિય જીવોનું પાલન-પોષણ અને રક્ષણ કરવું. એકેન્દ્રિયથી લઈ ચૌરેન્દ્રિય જીવોની રક્ષા કરવી-જયણા કરવી.
અન્ય સહુ કોઈ જીવોને સ્વરૂપથી પરમાત્મા માનવા તે દર્શનાચાર છે. જીવ માત્રને બ્રહ્મસ્વરૂપે જોવા અને સર્વકાળનાં, સમૂહરૂપ જગતના સર્વપર્યાયો એ સર્વજ્ઞ દૃષ્ટિ છે માટે પુગલના પરમાણુઓ પણ તે સર્વશની ઉપચરિત મૂર્તિરૂપ છે એમ જવું. કેમકે જગત શેયમૂર્તિ છે અને સિદ્ધાત્મા-પરમાત્મા જ્ઞાનમૂર્તિ છે આવું માનવું ને સમજવું તે દર્શનાચાર છે.
જગતમાં જીવ માત્રને બ્રહ્મદષ્ટિથી બ્રહ્મસ્વરૂપ અર્થાત્ પરમાત્મ સ્વરૂપે સિદ્ધ સ્વરૂપે જોવા તે ઊંચામાં ઊંચો આદર છે. દર્શનાચાર છે. તીર્થંકર પરમાત્માના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org