________________
૯૪
સૈકાલિક આત્મવિજ્ઞાન - આ ચારે આચારની પ્રતિજ્ઞા છે, સંકલ્પ છે તેમજ તેની શરૂઆત અને પૂર્ણાહુતિ છે.
જ્ઞાનાચાર :
પ્રથમ જ્ઞાનાચારની પ્રતિજ્ઞા છે કે હું બ્રહ્મ સ્વરૂપસિદ્ધ સ્વરૂપ છું !” અહં બ્રહ્માસ્મિ ! આ જ્ઞાનાચારની શરૂઆત નમસ્કાર મહામંત્ર (નવકાર)ના અધ્યયનથી થાય છે અને પૂર્ણાહૂતિ દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન-શ્રુતકેવલીપણાની પ્રાપ્તિથી છે. અને તેનું શિખર-પરાકાષ્ઠા કેવલજ્ઞાનની પ્રાપ્તિ છે. માટે જ્ઞાનાચારમાં જીવે સંકલ્પ શ્રુતકેવલી થવાનો રાખવો અને લક્ષ્ય કેવલજ્ઞાનની પ્રાપ્તિ રાખવું જોઈએ.
પોતાના આત્માને પરમાત્માસ્વરૂપ માનવ-જાણવો અને પોતાના આત્માને પરમાત્મા બનાવવાનો નિર્ણય કરવો તે જ્ઞાનાચાર છે. એની પરાકાષ્ઠામાં ફળસ્વરૂપે શિખરે કેવલજ્ઞાન પ્રાપ્તિ થવી તે છે.
મનુષ્યયોનિમાં બારાખડી ભણવાથી જ્ઞાનાચારની શરૂઆત થાય છે. એ પ્રાપ્ત કરેલું અક્ષરજ્ઞાન અર્થ અને કામ પ્રવૃત્તિ માટેનું જ હોય તો તે અજ્ઞાનાચાર છે. પરંતુ જો તે ધર્મ અને મોક્ષ પ્રાપ્તિ માટે હોય તો તે જ્ઞાનાચાર છે.
અધ્યાત્મમાર્ગ માટે શરૂ કરેલું જ્ઞાન તેમજ સર્વજ્ઞ તીર્થકર ભગવંત પ્રરૂપિત સર્વ જ્ઞાન દ્વાદશાંગી પ્રમાણ વિસ્તરે-વિક્સે અને શ્રુતકેવલી બનીએ ત્યારે તે પરાકાષ્ઠાને પામે છે. સર્વ જ્ઞાનાચારનો સાર આત્મામા ત્રિમાલિક શુદ્ધ સ્વરૂપનો નિર્ણય થવો તે છે.
સમ્યગુજ્ઞાનના વિષયમાં શ્રુતકેવલી થવાનું ધ્યેય હોવું જોઈએ બાકી ભવિતવ્યતા અનુસાર ઓછું ભણ્યાં હોઈએ અને કેવલજ્ઞાન થઈ જાય તે વાત
જુદી છે.
દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન ભણવાનો નિર્ણય કરવાથી ચારિત્ર અંગીકાર કરવું પડે. નિશ્ચયથી સમતિ આવે તો દશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાની થવાથી શક્યતા રહે છે. મૂળમાં (બીજ)માં જ્ઞાન છે અને ફળમાં પણ જ્ઞાન છે. એક ક્ષણ પણ જીવ જ્ઞાનવિહોણો હોતો નથી. ચારિત્રને સમજાવનાર પણ જ્ઞાન છે. મૂળમાં રહેલું જ્ઞાન, આંશિક, અપૂર્ણ, વિકારી સાવરણ હોય છે. એ વિકારી જ્ઞાનને નિર્વિકારી બનાવી નિરાવરણ અને પૂર્ણ બનાવવાની જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયા તે જ્ઞાનાચરણ છે. જેના ફળ સ્વરૂપ નિર્વિકારી, નિરાવરણ, પૂર્ણ એવી સર્વજ્ઞતાની કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે જ્ઞાનની ચરમસીમા છે. એ પરમજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org