________________
૯૩
પંચાચારની વિશિષ્ટતા આશ્રય લઈ આપણે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરી ક્ષાયિકભાવના સ્વરૂપને મેળવવું-સમજવું તે જ્ઞાનાચાર છે. પછી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ બળથી જ્ઞાનાચારની પાલનાથી મોહનીયકર્મનો ક્ષયોપશમ કરવાનો છે. જ્ઞાનાચાર આ પ્રમાણે મોહનીયકર્મના ક્ષયોપશમ કરવાનો છે. જ્ઞાનાચાર આ પ્રમાણે મોહનીયકર્મના ક્ષયોપશમ અર્થાત્ સમક્તિ પ્રાપ્તિનું સાધન બને છે. એટલે કે બાહ્ય-અત્યંતર ઉભય દર્શનાચારની પ્રાપ્તિ થાય છે. બાકી અન્ય દુન્યવીભૌતિક જ્ઞાન-વિજ્ઞાનના વિષયો લઈને જ્ઞાનાવરણીકર્મનો ક્ષયોપશમ કરવા છતાંય તેનાથી મોહનીયકર્મનો ક્ષયોપશમ થઇ શકતો નથી. મોહનીયકર્મના ક્ષયોપશમ કે ક્ષયનું સાધન ભૌતિક જ્ઞાન-વિજ્ઞાન બની શકતું નથી. શ્રુતકેવલી :
અહીં શ્રુતકેવલી એટલે શું તે સમજી લઈએ. શ્રુતકેવલી ભગવંત ભણી ભણીને કેવલીભગવંત જાણે એટલું બધુંય જાણે. પરંતુ તેઓના આત્મપ્રદેશ નિરાવરણ ન થવાના કારણે તેઓ જાણે ખરાં પરંતુ કેવલી ભગવંતની જેમ સાક્ષાત જુએ નહિ. બધું જુએ અને જાણે તે કેવલદર્શન-કેવલજ્ઞાન, અને તેવી શક્તિના સ્વામીને કેવલી ભગવંત છે. ગણધર પણ શ્રુતકેવલી હોય પરંતુ ત્રિપદીની પ્રાપ્તિ સહિત કેવલીતીર્થકર ભગવંતના પ્રભાવથી એમણે બધુંય લાગીશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન સહજમાં પ્રાપ્ત થઈ જાય. એમણે સામાન્ય શ્રુતકેવલી ભગવંતની જેમ ભણવાનો શ્રમ ન કરવો પડે.
- સાધુ ભગવંતોએ એમની ચારિત્રાચાર–તપાચારની દૈનિક ક્રિયાઓ પૂરી કર્યા બાદ તથા ગૃહસ્થી શ્રાવકે એની અર્થ અને કામની પ્રવૃત્તિથી પરવાર્યા બાદ બાકીનો બધો સમય સ્વાધ્યાય-જ્ઞાન-અધ્યયન-ધ્યાનના સેવનમાં અર્થાત જ્ઞાનાચારની પાલનામાં વિતાવવાનો હોય છે અને તેમ કરતાં ધ્યેય શ્રુતકેવલી થવાનું અને લક્ષ્ય કેવલજ્ઞાની થવાનું રાખવાનું હોય છે.
ઉપયોગમાં મતિજ્ઞાનના સર્વ પર્યાયો ભેદોથી એટલે કે બુદ્ધિ-વિચારશ્રદ્ધા-ભાવના-લાગણી-સ્મરણ-ધ્યાન-લક્ષ્ય આદિથી પરમાત્મા સાથે જોડાવું જોઈએ. ઉપયોગ(અંતઃકરણ) જ યોગ (મન-વચન-કાયા)નો સંચાલક હોવાથી વિવેકથી યોગનું સંચાલન કરવું, જે પંચાચાર પાલનાથી જ શક્ય છે.
યોગમાં (મન-વચન-કાયામાં) કેવલજ્ઞાન નથી. પરંતુ હા ! એ યોગ વડે જ ઉપયોગ (અંતઃકરણ) કેવલજ્ઞાન બની શકે છે. અર્થાત્ પરમાત્મા થઈ શકે છે. માટે ઉપયોગ ને યોગ વડે કેવલજ્ઞાન સ્વરૂપ બનાવવાનો છે જે માટે પંચાચાર પાલના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org