________________
૮૪
-
-
સૈકાલિક આત્મવિજ્ઞાન જે ધર્મ સર્વજ્ઞ વીતરાગ તીર્થકર ભગવંતોએ આપણને આપ્યો છે તે પંચાચાર પાલન ધર્મ છે.
આ પંચાચારને સમજવા માટે પહેલાં તો જીવના જીવત્વ વિષયક લક્ષણો જાણવા જોઈશે, જીવના સાચા શુદ્ધ સ્વરૂપના ગુણો જાણવા જોઈશે અને સાથે લક્ષણને ગુણમાં પરિણમાવનાર આચારનેય જાણવા જોઈશે. તો પ્રથમ લક્ષણ અને તેના ગુણનો અભ્યાસ કરીશું.
લક્ષણ : જીવના લક્ષણો એ માત્ર જડ અને ચેતન. અજીવ અને જીવનો ભેદ પાડવા માટે જ છે. તેથી એ લક્ષણો એવાં હોવાં જોઈએ કે તે એકેન્દ્રિય જીવથી લઈ સંક્ષિપંચેન્દ્રિ જીવો યાવત્ સિદ્ધ પરમાત્મા સુધીના જીવમાં તે ઘટી શકે, અર્થાત લાગુ પડી શકે. તેથી જ તે લક્ષણોના અર્થ પણ એવા કરવા જોઈએ કે તે સર્વ જીવોને લાગુ પડી શકે અને તો જ તે લક્ષણો પ્રમાણ કરે કે જેના વડે અજીવથી જીવ જુદો તારવી શકાય.
ટૂંકમાં, લક્ષણ એ જીવના જીવતત્ત્વનું ચૈતન્ય ચિહ્ન છે અથવા તો કહો કે જીવનામાં જીવ હોવાપણાની નિશાની યા ઓળખ છે.
શાસ્ત્રમાં જીવના લક્ષણો છ જણાવેલ છે. (૧) દર્શન (૨) જ્ઞાન (૩) ચારિત્ર (૪) તપ (૫) વીર્ય અને (૬) ઉપયોગ.
આ છ યે લક્ષણના નિશ્ચયથી અર્થ કરવા જોઈએ. જે જીવમાત્રને એકેન્દ્રિયથી લઈ સંજ્ઞિ પંચેન્દ્રિય યાવત્ સિદ્ધ પરમાત્મા સુધી લાગુ પડવા જોઈએ. વળી એમાં જીવના વિકાસ અનુસાર જે પ્રમાણેનો શબ્દનો અર્થ થાય તે પ્રમાણે ઘટાવવું જોઈએ.
પાંચે અસ્તિકાયમાં જીવ જ એવો છે કે જેના સ્વરૂપ લક્ષણો અનાદિકાળથી જેમ સોનાની ખાણમાં સોનાના કણો માટીથી મળી મલિન થયા છે, તેમ પુગલની સાથે ભળી પુદ્ગલ સાથેના બદ્ધ સંબંધથી જીવના સ્વરૂપ લક્ષણો મલિન થયેલ છે. જેથી કરીને જ સ્વરૂપથી આનંદ સ્વરૂપ એવો જીવ દુઃખી
જેમ વ્યવહારમાં એક ગમે તેવું કિંમતી કપડું ફાટેલું અથવા તો મસોતા જેવું ગંદુ હોય તો તે આપણને અપ્રિય થઈ પડે છે, તેમ સ્વરૂપ લક્ષણોની મલિનતા જીવને દુઃખરૂપ છે, કારણ કે આ મલિનતાને અંગે જીવના લક્ષણ સ્વરૂપનું મૂળ અવિનાશી સ્વયંભૂ સ્વાધીન, અવિકારી, પૂર્ણ, અવ્યાબાધ, અનંત રસરૂપ, અને અનંત શક્તિરૂપ છે તે મલિનતાને કારણે વિનાશી, નિમિત્તભૂ, પરાધીન, વિકારી, અપૂર્ણ, બાધ્યબાધિત (બાધા પામનારું ને બાધા પહોંચાડનારું)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org