________________
ને ૯, પંચાચારની વિશિષ્ટતા
સમગ્ર વિશ્વ છ દ્રવ્યો - (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય (૫) જીવાસ્તિકાય અને (૬) કાળનું બનેલું છે.
આ દ્રવ્યોના સામાન્ય અને વિશેષ ગુણધર્મ છે. સામાન્ય ગુણધર્મ દશ છે. (૧) અસ્તિત્વ (૨) વસ્તુત્વ (૩) દ્રવ્યત્વ (૪) પ્રદેશ– (૫) અગુરુલઘુત્વ (૬) પ્રમેયત્વ (૭) ચેતનત્વ (૮) અચેતનત્વ (૯) મૂર્તત્વ અને (૧૦) અમૂર્તત્વ. ***જીવંદ્રવ્ય સંખ્યામાં એકથી અધિક હોવાને કારણે ચેતનત્વને સામાન્ય ગુણધર્મ કહેલ છે, તે જ પ્રમાણે પુગલાસ્તિકાય પણ એકથી અધિક હોવાને કારણે મૂર્તિને પણ સામાન્ય ગુણધર્મ જણાવેલ છે. આમ ચેતનત્વ-અચેતનત્વ અને અમૂર્તત્વ (અરૂપી)-મૂર્તત્વ (રૂપી) એ સજાતિયની અપેક્ષાએ સામાન્ય ગુણધર્મ છે અને વિજાતિયની અપેક્ષાએ વિશેષ ગુણધર્મ છે. અત્રે અરૂપીઅમૂર્ત એટલે કે મૂર્તમૂતાંતર અભાવ-હવે દ્રવ્યોના પોતાપણાને ઓળખાવનારા જે વિશેષ ગુણધર્મ છે તે નીચે પ્રમાણે છે.
જીવદ્રવ્ય : (૧) જ્ઞાન (૨) દર્શન (૩) સુખ (ચારિત્રતા) અને (૪) વીર્ય.
પુદ્ગલદ્રવ્ય : (૧) વર્ણ (૨) ગંધ (૩) રસ અને (૪) સ્પર્શ. આકાશદ્રવ્ય : અવગાહના હેતુત્વ. અધર્માસ્તિકાય : સ્થિતિ હેતુત્વ. ધર્માસ્તિકાય : ગતિ હેતુત્વ. કાળદ્રવ્ય : વર્તના હેતુત્વ.
વિશ્વમાં એકમાત્ર સંસારી જીવ સિવાયના બધાય દ્રવ્યો તથા સિદ્ધના જીવો પોતાના ગુણધર્મ પ્રમાણે વર્તે છે. અર્થાત તે તે દ્રવ્યો નિયમ પ્રમાણે વર્તે છે. સંસારી છદ્મસ્થ જીવો જ એવા છે જે નિયમ પ્રમાણે વર્તતા નથી. માટે તેમણે નિયમમાં આવવાનું છે, જે માટે સંયમની જરૂર છે કે જે સંયમની સહાયે જીવ પોતાના નિયમમાં એટલે કે સ્વરૂપમાં આવી શકે. જીવને સ્વરૂપમાં લાવી આપનાર અર્થાત્ જીવના સ્વગુણ સ્વરૂપની પ્રાપ્તિ કરાવી આપનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org