________________
પંચાચારની વિશિષ્ટતા કારણરૂપ ખોટા આભાસી સુખનો સ્વેચ્છાએ ત્યાગ કરી, પોતે સ્વયં કષ્ટ વેઠીને પણ દુઃખીઓના દુઃખ દૂર કરવા, અને અભયદાન તથા જ્ઞાનદાન દઈને જગતના જીવોને દુઃખમુક્તિના રાહે ચઢાવવા. આવી સાધુતાનું સદંતર પ્રમાદ રહિતતાએ પાલન કરનાર અંતે વીતરાગતાને પ્રાપ્ત કરે છે.
આ વીતરાગતા એટલે અનંતકાળના અનંત દુઃખો જે લક્ષણમાં રહેલ મલિનતાને અંગે જીવને સહન કરવાં પડયાં છે તેનો સર્વથા, સર્વદા અંત!
ઉપર આપણે જોયું કે પાંચ અસ્તિકામાં ધર્મ, અધર્મ અને આકાશ એ પ્રત્યેકમાં પરમભાવરૂપ એક જ ગુણ અનુક્રમે ગતિસેતુત્વ, સ્થિતિ હેતુત્વ અને અવગાહના હેતુત્વ છે. તે જ પ્રમાણે જીવના સ્વરૂપગુણ ભલે દર્શન, જ્ઞાન, સુખ અને વીર્ય હોય પરંતુ પ્રધાન સ્વરૂપગુણ તો જ્ઞાન જ છે. એટલે જ તો શાસ્ત્રસૂત્ર છે કે -
ઉપયોગ લક્ષણો જીવ ” “ ચેતના લક્ષણો જીવા '
એક માત્ર પુદ્ગલાસ્તિકાય જ એવું દ્રવ્ય છે કે એના લક્ષણરૂપ ચાર ગુણધર્મો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સ્વતંત્ર છે. અને અરસપરસ અંતર્ગત થઈ એક ભેદ નથી પરંતુ એમાં સંખ્યાભેદ છે. જ્યારે જીવના લક્ષણ કે સ્વરૂપગુણમાં રહેલ જ્ઞાન પ્રધાનગુણ છે, જેમાં દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અંતર્ગત છે, કારણ કે દર્શન એ જ્ઞાનનો અંશ છે અથવા તો જ્ઞાન એ દર્શનનો વિસ્તાર છે. અર્થાત દર્શન એ સામાન્ય છે અને જ્ઞાન વિશેષ છે અને એ તો સર્વમાન્ય સિદ્ધાંત છે કે સામાન્ય વિશેષમાં સમાય.
નિશ્ચય “ચારિત્ર' એ જ્ઞાનનું સતત વહેણ છે જેને અંગ્રેજીમાં “Continuity' અર્થાત્ સાતત્ય કહે છે. ઉદાહરણ તરીકે સાકરના ગળપણ ગુણમાં એવું નથી હોતું કે વચ્ચેના અમુક સમયકાળમાં ગળપણ આવે, જાય. સાકરનો ગળપણ (મીઠાશ) ગુણ સાકરમાં સતત રહે છે. એમ જીવમાં જ્ઞાન ગુણનું સતત વહેણ છે.
તે જ પ્રમાણે “તપ” શબ્દનો લક્ષ્યાર્થ તલપ છે. આ તલપ જીવને શેની છે ? જીવ માત્રને સતત અનુકૂળતા વેદનની (સુખ-આનંદવેદનની) તલપ છે કારણ કે જીવનું લક્ષણ જેમ એક બાજુથી જ્ઞાયકભાવ છે તેમ બીજી બાજુથી વેદકભાવ પણ જીવનું લક્ષણ છે.
જીવને દૂધપાક યા શ્રીખંડની ઇચ્છા કે અનિચ્છા થઈ શકે છે. જ્યારે દૂધપાક, શ્રીખંડ, બાસુદી ઈત્યાદિ મિષ્ટ પદાર્થના ઉપયોગ દ્વારા અનુકૂળતા વેદનની ઇચ્છા અવશ્ય છે. જે કાંઈ જોઈએ છે તે સઘળામાં સુખની અનુકૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org