________________
૮૫
પંચાચારની વિશિષ્ટતા રસહીન અને શક્તિહીન થઈ ગયેલ છે, આવી સ્વરૂપલક્ષણની દશા તે જ દુઃખ !
આવા સ્વરૂપલક્ષણની દશા સુધારવા માટે પરમકૃપાળુ પરમ ઉપકારી તીર્થંકર પરમાત્મા ભગવંતોએ આપણા ઉપર કરૂણાઓ કરીને છ સ્વરૂપ લક્ષણોને તેના મૂળ શુદ્ધ સ્વરૂપમાં લાવવા માટે જે ધર્મ પ્રરૂપ્યો-જે ધર્મ સ્થાપ્યો તે આચાર ધર્મ છે અને તે આચારધર્મને પણ જીવના લક્ષણ સાથે જ જોડીને જીવ માત્રને સર્વ વ્યાપક એક સામાન્ય ધર્મ આપ્યો તેનું નામ પંચાચાર પાલના ધર્મ
આચાર :
એ પાંચ આચાર ધર્મના નામ છે (૧) ચરિત્રચાર (૨) જ્ઞાનાચાર (૩) ચારિત્રચાર (૪) તપાચાર (૫) વીર્યાચાર
આ પાંચ આચારમાંના દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ-વીર્ય એ જીવની પાંચ શક્તિ છે. આ પાંચે જીવશક્તિનું અયોગ્ય વર્તન છોડી યોગ્ય વર્તનનું પાલન કરવું તેનું જ નામ “આચાર'.
બીજી તરફ લક્ષણમાં વપરાયેલા આવા જ શબ્દો ત્રણેય કાળમાં મહાન મંત્ર અને મંત્ર રૂપ છે. એને નવપદ અથવા તો સિદ્ધચક્ર યંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એ સિદ્ધચક્ર યંત્રના નવપદમાં પાંચ ગુણી અથવા પાંચ ધર્મી છે જ્યારે ચાર ગુણ એટલે કે ચાર ધર્મ અર્થાત્ ચાર ગુણ તે દર્શન-શાન-ચારિત્ર અને તપ છે.
પંચાચારના પાલન વડે પાંચે લક્ષણરૂપ ગુણો શુદ્ધ થાય છે અને પૂર્ણ શુદ્ધિની પૂર્વાવસ્થા આવે છે ત્યારે તેને નિશ્ચયથી ગુણ અને ધર્મ કહેવાય
આવી રીતે લક્ષણ છ છે અને ગુણ અથવા ધર્મ ચાર છે. પ્રશ્ન અહીં એ ઉદ્દભવે છે કે લક્ષણ છે તો પછી આચાર પાંચ કેમ ? ઉપયોગ નામનું જે છઠું લક્ષણ છે તે દર્શનજ્ઞાન રૂપ જ છે. તેથી આચારમાં ઉપયોગ આચાર એવા શબ્દ વ્યવહારનું પ્રયોજન રહેતું નથી.
વળી બીજો એક પ્રશ્ન એ પણ અહીં ઉપસ્થિત થાય છે કે, આચાર પાંચ ગણાવ્યા, સિદ્ધચક્ર યંત્રમાં ચાર ગુણ મૂક્યા અને ગુણધર્મમાં પણ ચાર ગુણધર્મ-સ્વરૂપગુણ જણાવ્યા. તો ત્યાં વીર્ય શબ્દને કેમ પડતો મૂકયો ? એનો વ્યવહાર કેમ ન કર્યો ? એનું સમાધાન એ છે કે આચારનું આચરણ એ જ વીર્ય માટે જ ત્યાં વીર્ય શબ્દનું પ્રયોજન રહેતું નથી. બીજી રીતે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org