________________
૮૮
સૈકાલિક આત્મવિજ્ઞાન વેદનની ઇચ્છાનો તંતુ સતત ચાલુ છે. માળામાં મણકા ૧૦૮ જુદા જુદા છે. પરંતુ તે સઘળા મણકાને બાંધનારું સૂત્ર માળાનો દોરો એક જ છે.
હવે જે સુખની ઇચ્છા છે તે શબ્દાર્થની પૂર્તિ માટે નીચે જણાવ્યા મુજબની પદ્ધતિ વિધિ છે.
(ક) ઇચ્છા-પ્રવૃત્તિ-પ્રાપ્તિ-તૃપ્તિ (ખ) ઇચ્છા-રાગ-લોભ (ગ) ઇચ્છા-મમત્વ-આસક્તિ (ક) ઇચ્છા-પ્રવૃત્તિ-પ્રાપ્તિ-તૃપ્તિ ઃ
આ શબ્દોની ખૂબી અને ભંગજાળ એવી છે કે જે વસ્તુની આપણને ઈચ્છા હોય તેનો પ્રથમ તો અભાવ સિદ્ધ થાય અને એ અભાવની પૂર્તિ કરવાનો પણ ઈચ્છામાં સમાવેશ થાય. તેથી પૂર્તિ કરવા માટે પ્રવૃત્તિ આવશ્યક છે. વળી પ્રાપ્તિ કર્યા બાદ જ ભોગ કરી શકાય અને સંતોષ માણી શકાય. એનું જ નામ તૃપ્તિ !
આ રીતે ઇચ્છા-પ્રવૃત્તિ-પ્રાપ્તિને તૃપ્તિને ક્રમ એ જીવ માત્રનું અનુભૂત જીવન છે. એ સ્વાનુભવની વાત છે. સાંસારિક-ભૌતિક પદાર્થોની ઈચ્છા-પ્રવૃત્તિપ્રાપ્તિના અતે થતી તૃપ્તિ ક્ષણિક હોય છે. એમાંથી નવી નવી ઈચ્છાની ઉત્પત્તિ થાય છે. એક માત્ર સ્વ સ્વરૂપ-પરમાત્મ સ્વરૂપમોક્ષ મુક્તિની પ્રાપ્તિમાંથી નીપજતી તૃપ્તિ જ શાશ્વત હોય છે જે પૂર્ણ કામ અવસ્થા છે.
(ખ) ઈચ્છા-રાગ-લોભ -
ઈચ્છા-રાગ અને લોભ કદી જુદા પડતા નથી. (૧) ઈચ્છા એટલે જોઈએ છે. (૨) રાગ એટલે ગમે છે અને (૩) લોભ એટલે મેળવવું છે.
હવે જરા વિચાર કરી જુઓ કે કોઈ એમ કહી શકે કે (૧) જે જોઈએ છે તે ગમતી નથી અને મેળવવી નથી. (૨) જે ગમે છે તે જોઈતી નથી અને મેળવવી નથી. (૩) અને મેળવવી છે તે ગમતી નથી અને જોઈતી નથી, એમ નહિ કહે.
(ગ) ઇચ્છા-મમત્વ-આસક્તિ
ઇચ્છા-મમત્વ અને આસક્તિની ખૂબી એ છે કે જેમ ઇચ્છા એ ભાવને સિદ્ધ કરે છે તેમ અભાવની પૂર્તિ થયા પછી જ મમત્વની સિદ્ધિ થાય. અપ્રાપ્તની ઇચ્છા હોય જ્યારે પ્રાપ્તનું મહત્વ હોય. અપ્રાપ્તનું મમત્વ ન કહેવાય. જે ભાવથી ઇચ્છા ને મમત્વ છે તે ભોગભાવ છે. એના અનુભવન અને વેદનમાં જે રસ વેદીએ છીએ, યા તો જે રસ રેડીએ છીએ તેનું જ નામ આસક્તિ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org