________________
૮૬
સૈકાલિક આત્મવિજ્ઞાન શાસ્ત્રમાં વીચાર શબ્દ સ્વતંત્ર મૂકીને દર્શન, જ્ઞાન, ચરિત્ર, તપની સાથે વીર્યનો સંબંધ કર્યો છે. જેમકે દર્શનવીર્ય, જ્ઞાનવીર્ય, ચારિત્રવીર્ય તપવીર્ય પરંતુ વીર્ય વીર્ય એમ નહિ. નવપદજી-સિદ્ધચક્ર યંત્રમાં ચાર શબ્દો પ્રયોજ્યા છે તે આ અપેક્ષાએ પ્રમાણ છે.
આમ જોઈ શકાય છે કે આચાર એ લક્ષણ અને ગુણધર્મ વચ્ચેનો સેતુ-માધ્યમ છે. જેના વડે લક્ષણમાં રહેલ મિથ્યાત્વ-અવિરતિ-ક્યાયરૂપ મલિનતા કાઢી નાખી એ જ લક્ષણને ગુણ અને ધર્મરૂપ બનાવે છે અને દોષ તથા અધર્મને દૂર કરે છે. અર્થાત તેનો નાશ કરે છે. માટે જ દ્વાદશાંગીના પ્રથમ અંગનું નામ “આચારાંગ સૂત્ર” છે.
આ પ્રમાણે લક્ષણ આચાર-અને ગુણધર્મમાં શબ્દો એના એ જ છે. પણ સાધનાની અવસ્થા માટે અરસપરસ સુંદર બુદ્ધિમ્ય સંબંધ કરી બતાડેલ છે. અનુપમ અદ્વિતીય ગૂંથણી છે. દ્વાદશાંગીમાંથી જે કાંઈ ધર્મઆચરણ કરીએ તે આનો જ વિસ્તાર છે. એટલું જ નહિ પરંતુ પરમોપકારી તીર્થંકર પરમાત્મ ભગવંતોએ પ્રરૂપેલ આ ધર્મનું નામ જે પંચાચાર ધર્મ આપેલ છે તે તેમની સર્વશતાનું બેનમૂન સૂચક છે. કારણ કે તે જીવ માત્રના લક્ષણનાં જે નામ છે તેમજ જીવ માત્રના મૂળ શુદ્ધ સ્વરૂપના જે ગુણ છે તેના અનુસંધાનમાં જ ખૂબ યથાયોગ્ય બંધબેસતું એવું “પંચાચાર પાલના ધર્મ' નામ પ્રયોજ્યું છે.
આ પંચાચારના પાલનમાં લૌકિક ધર્મથી લઈ લોકોત્તર ધર્મ સુધીના બધાય ધર્મોનો એમાં સમાવેશ થઈ જાય છે. માનવતાથી માંડી વીતરાગતા પ્રાપ્ત થાય ત્યાં સુધીના બધાય ભેદ-પ્રભેદ અને વર્ગો તેમાં સમન્વિત થયેલ છે. તેનો ક્રમ માનવતા-સજ્જનતા-સાધુતા અને વીતરાગતા છે.
- માનવતા એટલે એવી વૃત્તિ અને કૃતિ કે જે સમન્વિત છે. કોઈને ભલે સુખી કરી શકાય કે ન કરી શકાય પણ કોઈને પોતા વડે દુઃખી તો ન જ કરાય. આ બાબત અઢાર પુરાણના સારભૂત તત્ત્વરૂપે મહર્ષિ વ્યાસમુનિએ પણ પુરાણમાં જણાવ્યું છે કે
અષ્ટાદસ પુરાણેસુ વ્યાસસ્ય વચનદ્વયં |
પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ્ | સજજનતા એ માનવતાનો વિકાસ છે. દુઃખીઓને પોતાનું સુખ વહેંચી આપી જીવવું તેનું જ નામ સજ્જનતા !
આગળ સજજનતાનો વિકાસ એટલે વિનાશી-પરાધીન અને અંતે દુઃખના
.......
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org