________________
૯૦
સૈકાલિક આત્મવિજ્ઞાન પાંચે આચાર પાળવાથી ઘણું બળ મળે છે. પાંચે આચાર એ જીવની પોતાની શક્તિ-સ્વશક્તિ હોવાથી તે સજાતિય છે. તેથી તે પાંચે શક્તિ એકબીજાની તરફ અને સાધક છે. જ્ઞાન દર્શન, ચારિત્ર, તપ, વીર્ય એ પાંચે સહોદર છે. આત્માથી અભેદ એકક્ષેત્રી છે. સ્વયંભૂ અનુત્પન્ન, અવિનાશી છે, એ પાંચેય શક્તિ આવરાયેલી છે તેને આવરણ રહિત કરવાની ક્રિયા તે જ પંચાચાર સેવના. આ પાંચેય શક્તિ સ્વશક્તિ છે, એટલે કે પર એવા પુદ્ગલની જેમ આવવા જવાના ઉત્પાદત્રયના, સંયોગ-વિયોગના કે સંકોચ વિસ્તારના ધર્મવાળી નથી.
આ પાંચ આચારમાં જ્ઞાનાચાર અને દર્શનાચાર એ બે વિધેયાત્મક (Positive) સાધના છે. જ્યારે ચારિત્રાચાર અને તપાચાર એ બે નિષેધાત્મક (Negative) સાધના છે. જ્યારે વર્યાચાર એ પ્રત્યેક આચારનું બળ છે. વળી આમાં જ્ઞાનાચાર અને દર્શનાચાર એ શિક્ષણપ્રધાન અને ફરિજયાત છે જ્યારે ચારિત્રાચાર અને તપાચાર એ મરજિયાત છે જે અભ્યાસ-ટેવ-આદતપ્રધાન છે. ચારિત્રાચાર અને તપાચાર લાદી શકાતા નથી. ફરજિયાત આપી શકાતા નથી, તે સંદર્ભમાં મરજિયાત છે. જ્યારે જ્ઞાનાચાર દર્શનાચારની ફરજ પાડી શકાય છે.
ધર્મ અને મોક્ષ પુરુષાર્થનું જ્ઞાન બાળકને પહેલેથી જ ગળથુથીમાં આપી શકાય છે. તેમ કરવાથી બાળકમાં સારાસાર, હેય-ઉપાદેયનો વિવેક જાગૃત કરી શકાય છે. એ જ્ઞાનસિંચનથી બાળકો વડીલો-પૂજ્યો પ્રતિ વિનયી બને છે. ધર્મક્રિયા શરૂઆતમાં આપવાની હોતી નથી. શરૂઆતમાં તો દેવ-ગુરુવડીલ આદિ પૂજ્યો પ્રતિનો આદર, બહુમાન, સત્કાર, વિનય, નમ્રતા રાખવાનું અને આ કરાય, આ ન કરાય. આ થાય, આ ન થાય, આ સારું કહેવાય, આ નઠારું કહેવાય એવો વિવેક બાળકોમાં જાગૃત કરાય છે.
આ મનુષ્યયોનિ જ એવી યોનિ છે જેમાં વિનય, વિવેક, આદર, દયા, દાન, સેવા, અહિંસા, પરોપકાર, ક્ષમા, પ્રેમ આદિ ગુણોની કેળવણી અને ખિલવણીની સંભાવના ને શક્યતા છે. ગુણોનું ઘડતર થાય છે અને એ ઘડતર પર જ પછી સાધનાની ઈમારતનું ચણતર થાય છે.
જીવ જે સ્થાન પર-હોદા પર છે તે હોદાથી તે પદ (Post) પરથી તેનું કર્તવ્ય-ફરજ, ન્યાય, નીતિ, પ્રામાણિકતાપૂર્વક, બજાવે વિનય અને વિવેકથી પ્રાપ્ત અધિકાર (સત્તા)નો સદુપયોગ કરે તો તે જીવ મહાન બની જાય છે. આમ કરવાથી અનંતાનુબંધીનો કષાય ટળે છે અને સમ્યભાવ પ્રગટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org