________________
ત્રૈકાલિક આત્મવિજ્ઞાન
દર્દ અને દરિદ્રતા ન હોય તો જીવન જીવવા જેવું લાગે છે અને કાંઈક સુખને અનુભવીએ છીએ. એ જ પ્રમાણે સમ્યગદૃષ્ટિપણું આવે તો આપણે ધર્મમાં કાંઈક સ્થાન પામીએ.
ર
નિશ્ચયથી અસાધારણ કારણ (ગુણ) તૈયાર થાય તો ‘આત્મકૃપા’ થઈ કહેવાય. બાકી વ્યવહારથી દેવ-ગુરુના વંદન-પૂજન-સેવા-વૈયાવચ્ચથી નિમિત્તકૃપા અર્થાત ગુરુકૃપા તો મળી શકે છે.
આત્માના મોહાદિ, રાગ દ્વેષાદિ દેહભાવો, સંસારભાવો એ ખાડાટેકરાવાળી ખરબચડી ભૂમિ છે. જે ઉપર આત્મા ભાવરૂપી નિસરણી ઊંચે ચઢવા માટે મૂકી શકતો નથી. જ્યારે દેવગુરુ નિષ્પરિગ્રહી, નિરારંભી, નિરવધ, નિર્દોષ, નિષ્પાપ લીસી સપાટ ભૂમિ છે, જે ઉપર આત્મા પોતાની ભાવરૂપી નિસરણી મૂકી ઉપર ચઢી શકે છે. ભાવારોહણ કરી શકે છે અને શ્રેણિએ આરૂઢ થઈ શકે છે.
દેવગુરુ નિસરણી માંડવા માટે નિમિત્ત છે. જે નિસરણીના સહારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી આગળ વધવાનું છે. આત્માએ પોતે પોતાના અસાધારણ કારણ વડે અને ઉપાદાન કારણ વડે ચોર્યાસી લાખ યોનિમાંથી મનુષ્યયોનિ અને સદ્ગુરુનો યોગ મેળવ્યો એ એની ઉપર થયેલ “પરમાત્મ કૃપા' છે. હવે સદ્ગુરુનો સત્સંગ સેવી પોતાના અસાધારણ અને ઉપાદાન કારણને તૈયાર કરી સ્વયં પરમાત્મા બનવું તે ‘આત્મકૃપા’ છે. ‘પરમાત્મકૃપા મળેલ છે એવાં આપણે સહુ ‘આત્મકૃપા’ કરી સ્વયં પરમાત્મા બનીએ તેવં અભ્યર્થના !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org