________________
-
-
-
-
-
-
૮૦
સૈકાલિક આત્મવિશાના થાય નહિ. ન બગડવાપણું હોય કે ન સુધરવાપણું હોય, કે તો તેનાથી ક્યાંક, કશું અધિક હોય, તેમ તેના રક્ષણ કે જાળવણીની આવશ્યકતા નહિ હોય. એ ત્રિકાળ એકરૂપ હોય, થયું તે છે કે જે થયા પછી સ્થિર થઈ જાય, સ્થાયી બની જાય, જેમાં આગળ થવાનું હોય અથવા કરવાનું બાકી હોય તેને અંતિમ કાર્ય ન કહેવાય.
કાર્ય-કારણની રૂપરેખા એ છે કે ક્યાં તો....
(અ) સંસારમાંથી સંસાર બનાવવો અને કાર્ય-કારણની પરંપરા ચાલુ ને ચાલુ જ રાખવી. સ્ટેશન પછી સ્ટેશન અને એક મુકામ પછી બીજા મુકામના ફેરા-ચક્કર ચાલુ જ રાખવા, કે જ્યાં મંઝિલ હોય જ નહિ.
અથવા તો.....
(૧) સંસારમાંથી મોક્ષમાર્ગ કોરી કાઢવો અને સંસારરહિત અંતિમકાર્ય કરી સિદ્ધિ મેળવવી-મુક્તિ મેળવવી અને આત્મામાંથી પરમાત્મા બની જવું, જેથી કાર્ય કારણની પરંપરા-વૃંખલાનો અંત આણી ચકકરમાંથી છૂટી જઈ સાદિ-અનંત સ્થિર થઈ જવાય.
જ્યાં કાર્ય કારણ હોય છે ત્યાં કર્તા-ભોક્તા ભાવ હોય છે. પ્રયોજન હોવાથી સુખ માટેનો ભોક્તાભાવ અને કાર્ય હોવાથી ત્યાં કર્તાભાવ આવે છે. પુરુષાર્થ એ કર્તાભાવ છે. જ્યારે મોક્ષમાર્ગમાં મોહભાવને હણવારૂપ કર્તાભાવ હોય છે.
જે બની શકે એમ હોય તે કર્તવ્ય છે અને તે જ કાર્યરૂપ હોય છે. જે કાર્ય પછી નિત્યતાની પ્રાપ્તિ થાય તેને કાર્ય કહેવાય. પુદ્ગલદ્રવ્ય વિનાશી હોવાથી પારમાર્થિકતાએ તે કાર્યક્ષેત્ર નથી. આત્મક્ષેત્ર એવું છે કે જ્યાં અંતિમકાર્યની સિદ્ધિ થઈ શકે છે. માટે જ મોક્ષ એ કાર્ય છે અને તે અવશ્ય ભવ્યજીવોએ કરવા જેવું કર્તવ્ય છે, એ કર્તવ્યરૂપ છે. મોક્ષ પ્રાપ્ત થયા પછી કાંઈ કરવાપણું રહેતું નથી. તેથી તે કાર્ય થયું કહેવાય.
અજ્ઞાની ફળને ચોટે છે. પરંતુ તે ફળના મૂળકારણને જોતો નથી. એ પ્પાનવૃત્તિ છે. જ્યારે જ્ઞાની કાર્ય (ફળ)માં કારણને એટલે કે મૂળને જુએ છે. અને કારણ અર્થાત કર્મસંબંધના સમયે તેના કાર્ય એટલે કે ફળનો વિચાર કરે છે. એ સિંહવૃત્તિ છે. શ્વાન લાકડી વાગે ત્યારે લાકડીને પકડે છે. સિંહ લાકડી મારનારને પકડે છે.
અજ્ઞાની પુણ્યોદયમાં ફળને ચોંટે છે અને પુણ્ય કર્મબંધ વેળાના શુભભાવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org