________________
ચાર કારણ
૭૯
જે કારણથી નિશ્ચિત કાર્ય થાય છે તે કારણ અંશરૂપ હોવા છતાં તેમાં પૂર્ણતાનો આરોપ કરીને તેને પ્રધાનત્વ આપવું એ કૃતજ્ઞતા ગુણ છે. રસોઈ માટે સર્વ સાધન સામગ્રી હાજર હોવા છતાં અગ્નિ પેટાવવા એકાદી કાંડી દીવાસળી ન હોય તો તેના માટે છેલ્લી ઘડીએ દોડાદોડ થઈ પડે છે એ આપણો જીવન વ્યવહારના અનુભવની વાત છે. એવે સમયે દીવાસળી જેવી મામૂલી વસ્તુની પ્રધાનતા થઈ પડે છે. એટલે જ તો આપણે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવા ઉપકરણોના ઉજમણાનું આયોજન કરી તે પ્રત્યેનો અહોભાવઉપકારભાવ વ્યક્ત કરીએ છીએ. ઊજમણા દ્વારા ઉપકરણોના દર્શન વંદન કરીએ છીએ અને તેમની ઉપકારકતા ઉપર સ્વીકૃતિની મહોર-છાપ મારીએ છીએ.
બાહ્ય પંચાચારના પાલનમાં દેવગુરુ જેઓ કર્તા નિમિત્ત છે એમનું આલંબન લઈને બાહ્ય ઉપકરણાદિ જે કરણનિમિત્ત છે તેના દ્વારા સાધના કરી અત્યંતરમાં પંચાચારના પાલનમાં અંતરયાત્રા રૂપે કષાયનું ઉપશમન કે જે અસાધારણકારણ છે તે કરતાં કરતાં કષાયનો સર્વથા ક્ષય કરવાનો હોય છે.
૬૭ બોલની સજ્ઝાયમાં તથા આઠ યોગ દૃષ્ટિની સઝાયમાં મહામહોપાધ્યાય યશોવિજયજીએ દેવ અને ગુરુનું માહાત્મય ગાયું છે કે.... ‘સમકિત દાયક ગુરુ તણો પચ્ચવયાર (પ્રતિ ઉપકાર) ન થાય ભવ કોડાકોડે કરી કરતાં સર્વ ઉપાય.' -૬૭ બોલ. ‘પશુ ટાલી સુરરૂપ કરે, જે સમકિતને અવદાત રે;
એ ગુણ વીર તણો ન વિસારું.... -સ્થિરાદષ્ટિ ઉપર સઝાય.
જ્યાં કાર્ય-કારણની પરંપરા ચાલે છે તેમાં કારણ કાર્ય માટે છે, અને તે થયેલ કાર્ય આગળના કાર્ય માટે કારણ બને છે. પરંતુ પૂર્ણ યાને કે અંતિમકાર્ય થયા પછી આગળનું કાર્ય હોતું નથી. તેમજ કૃતકૃત્ય થયેથી પહેલાના કારણને જોવાની અને હોવાની જરૂર નથી. કારણ-કાર્યની પરંપરાનો ત્યાં અંત આવે છે. કારણ-કાર્યના ભાવમાં ત્રિકાલાબાધિત નિયમ છે કે...‘અંતિમ કાર્યનું કાર્ય ન હોય અને મૂળ કારણનું કારણ ન હોય.' આ જ વિધાનમાં પેલી કાળજૂની સમસ્યા ‘મુરઘી પહેલી કે ઇંડું પહેલું ?” નો ઉકેલ મળી જાય છે, કે મુરઘી ઇંડા સાપેક્ષ છે અને ઇંડું મુરઘી સાપેક્ષ છે. યાદ રહે કે કર્યું તેને કહેવાય કે જે કર્યા બાદ કોઈ કરવાપણું જ રહે નહિ, અને થયું તેને કહેવાય કે જે થયા બાદ ટળે નહિ, વિનાશ પામે નહિ, ઓછુંવત્તું થાય નહિ, ફેરફાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org