________________
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કરીએ ત્યાં સુધી જવાનો વિકલ્પ અધૂરો છે. અમે પાંચ વાગ્યે મળ્યા હતા ત્યારે ઝવેરીબજાર હતો અને એ વાલકેશ્વર હતો એવું વ્યવહારમાં બનતું નથી. બે વ્યક્તિના મિલનનો કાળ અને ક્ષેત્ર એક જ હોય-અભેદ હોય. આ રીતે વ્યવહારમાં ક્ષેત્ર અને કાળ જુદાં પડતાં નથી. જ્યારે નિશ્ચયમાં દ્રવ્ય અને ક્ષેત્રે અભેદ થતાં ભાવ અને કળ અભેદ બની.માત્ર દ્રવ્ય એટલે કે આત્મપ્રદેશ અને ભાવ એટલે જ્ઞાન આનંદ (સચ્ચિદાનંદ) સ્વભાવ રહે છે.
આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અનંતતાની વિચારણા કરીએ તો તેમાં દ્રવ્યની અનંતતા માટે જીવદ્રવ્યનું દૃષ્ટાંત લેવાય, ક્ષેત્રની અનંતતા માટે આકાશનું દૃષ્ટાંત લેવાય, કાળની અનંતતા માટે અનાદિ-અનંત પુદ્ગલપરાવર્તનાનું દૃષ્ટાંત લેવાય; અને ભાવની અનંતતા માટે કેવલજ્ઞાનનું દૃષ્ટાંત લેવાય, કેવલજ્ઞાન એક જ સમયમાં વિશ્વના સર્વ ભાવોને પી ગયેલ છે.
હૃદય છે ત્યાં મોહનીય કર્મ છે અને ધર્મ છે. જ્યારે મગજ (Brain) એ વિચાર, બુદ્ધિ અને જ્ઞાનપ્રધાન તત્ત્વ છે. આત્માના હાર્દિક-ઉદાર ભાવ જ સત્ય છે. માલ સત્ય છે. માલ (વસ્તુ-ચીજ) ઉપરનું આવરણ (packing Wrapper) સત્ય નથી. દ્રવ્ય-ક્ષેત્ર કાળ પેકીંગ છે. બાકી સત્ય તો ભાવ રૂપી માલ છે.
આપણા વ્યવહારમાં લખાતા પત્રમાં પણ દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવ વણાઈ ગયેલા છે. પત્ર મેળવનાર અને પત્ર લખનાર તથા પત્ર સ્વયં દ્રવ્ય છે. પ્રતિ અને રવાના (To & From) એ ક્ષેત્ર છે. તિથિ-વાર-તારીખ એ કાળ છે. જ્યારે પત્રમાં લખાયેલ હકીકત અને વિગત (matters) એ ‘ભાવ છે.
અને હવે છેવટે જોઈશું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાંથી નિષ્પન્ન થતી ધ્યાનની પ્રક્રિયા.
આત્માના પ્રદેશો એ પ્રથમથી “હું અને બીજું “હું છે તે ક્ષેત્ર અર્થાત દેહપ્રમાણથી “હું છું. તે જગતના બધા પદાર્થો વિષમરૂપ હોવાથી દરેકના જડ અનુભવ ભિન્ન ભિન્ન છે. તેથી આત્માએ આત્માના વિવેક પ્રકાશમાં વિચારવું-ચકાસવું-તપાસવું કે વિકાસથી “હું કેવો છું ?
પહેલાં તો વિચારવું “હું” “હુ' એટલે કોણ ? “હું” એટલે દ્રવ્ય ! આત્મા! આત્મપ્રદેશ ! પ્રદેશપિંડ ! “હું તે જીવ ! “હુ તે ચેતન ! આત્માઆત્મપ્રદેશ! પછી ચિંતવવું “હું કેવડો ? “હું ક્યાં ? કેવડો કહેતાં દેહપ્રમાણ પ્રદેશપિંડ આવશે. સ્વક્ષેત્ર આવશે અને ક્યાં કહેતાં ક્ષેત્ર આવશે આર્યક્ષેત્ર, આર્યકુળ, સંજ્ઞી પંચેન્દ્રિય શરીર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org