________________
૭૦
સૈકાલિક આત્મવિજ્ઞાન સ્વરૂપમાં આવી કૃતકૃત્ય થયેલ હોવાથી, કર્મરહિત (નિષ્કર્મા) હોવાથી, અક્રિય, અરૂપી પરિવર્તન અને પરિભ્રમણ રહિત પરમ સ્થિરાવસ્થા, સ્થિર, અકાલ હોવાથી એમના વિષે કાળ, કર્મ, પુરુષાર્થ અને ભવિતવ્યતા નથી ઘટતાં, પરંતુ માત્ર સ્વભાવ ઘટે છે. છતાં એટલી સ્પષ્ટતા કરવાની કે જીવ જ્યારે અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં આવે, નિગોદમાંથી નીકળે છે ત્યારે ભવિતવ્યતા જ હોય છે. તો હવે આ પાંચ કારણોની વ્યાખ્યા કરીશું અને સમજીશું.
(૧) સ્વભાવ : જે દ્રવ્યમાં જે લક્ષણરૂપ ભાવ હોય તે તેનો સ્વભાવ કહેવાય છે.
ગતિ સહાયકતા, ધર્માસ્તિકાયનો, સ્થિતિસહાયતા અધર્માસ્તિકાયનો, અવગાહના દાયિત્વ આકાશાસ્તિકાયનો, પુરણગલન અને ગ્રહણગુણ પુદ્ગલાસ્તિકાયનો તથા દર્શન જ્ઞાન-ચરિત્ર-તપ-વીર્ય-ઉપયોગ (સચ્ચિદાનંદ સ્વરૂ૫) એ જીવાસ્તિકાયનો સ્વભાવ છે.
જેનું અસ્તિત્વ ત્રિકાળ હોય, જેને બનાવી શકાય નહિ, જેને મિટાવી શકાય નહિ, જે અનાદિ, અનંત, અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ હોય તેને સ્વભાવ કહેવાય છે.
વિશ્વમાં કોઈપણ પદાર્થ અસ્તિત્વરૂપે છે અને તેનો નિશ્ચિત સ્વભાવ છે. તેમ તે નિશ્ચિત સ્વભાવ અનુસારે તેનું નિશ્ચિત કાર્ય પણ છે.
આપણે જે છીએ તે આપણું અસ્તિત્વ છે અને આપણે જેવાં છીએ તે આપણો સ્વભાવ છે.
૨) કાળ : વર્તના એટલે પાંચ અસ્તિકામાં થતી અર્થક્રિયા, જેને કાળ કહેવાય છે. ટૂંકમા જીવઅજીવ, (પુદ્ગલપ્રધાન)ના પર્યાયનું નામ જ કાળ. જીવઅજીવના અર્થક્રિયાકારીના અર્થમાં જે ભાવોમાં પર્યાયાંતરતા, રૂપરૂપાંતરતા, ક્ષેત્રમંતરતા છે તે જ કાળ છે.
પર્યાયાંતરતા જ્યાં છે, રૂપરૂપાંતરતા ને ક્ષેત્રમંતરતા એટલે કે પરિવર્તન ને પરિભ્રમણ જ્યાં છે ત્યાં કાળ છે.
પુદ્ગલદ્રવ્યમાં જે પર્યાય છે તે કાળ છે અને તે અનિત્ય છે.
સંસારી છvસ્થ જીવોમાં જે કર્તા-ભોક્તાના ભાવો છે તે કાળ છે, જે અનિત્ય છે. જીવને જે કાળાધ્યાસ છે તેનું જ નામ કાળ.
દ્રવ્યની અવસ્થાતરનો ગાળો તે કાળ. ક્રમિક અવસ્થા જેમાં છે તેવાં પુદ્ગલદ્રવ્ય અને સંસારી (અશુદ્ધ) જીવદ્રવ્યને કાળ હોય છે.
(૩) કર્મ : ભૂતકાળમાં જીવે પોતાના આત્મપ્રદેશે જમા કરાવેલ પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org