________________
૭૩
પાંચ કારણ છે. તે પ્રારબ્ધ અર્થાત્ ભવિતવ્યતા પ્રમાણે છે. આપણી ઇચ્છા, બુદ્ધિ, ક્રિયા, ભાવ એ પુરુષાર્થ છે.આવી મળવું, જે અક્રિયતા છે. જ્યારે પ્રયત્નપૂર્વક ઈચ્છા પ્રમાણેનું મેળવવું તે પુરુષાર્થ છે, જે સક્રિયતા છે. પ્રારબ્ધ “પર” વસ્તુના સંબંધે છે અને તેથી તે પરાધીન છે. “પર” વસ્તુ મળે પણ ખરી અને ન પણ મળે.
કર્મનો ઉદય છે તે પ્રારબ્ધ છે. ભાવમાં પરિવર્તન કરવું તે પુરુષાર્થ છે. ક્રોધ નીપજવાના સંયોગો નિર્માણ થવા તે પ્રારબ્ધ છે. જ્યારે ક્રોધના સંયોગોમાં શાંત રહી ક્ષમાભાવ ધારણ કરવો તે પુરુષાર્થ છે. કારણ કે કર્મનો ઉદય છે પણ ભાવનો ઉદય નથી, ભાવ તો કરવાના છે, ભાવવાના છે. ભગવાને સર્વજ્ઞ પ્રભુએ જોયું છે તેવું થવાનું છે તે પ્રારબ્ધ છે. પરંતુ તે છતાં ય એ સર્વજ્ઞ પ્રભુ-વીતરાગ જિનેશ્વર ભગવંત એમની જિનવાણીનું શ્રવણ કરાવે છે એટલે કે ઉપદેશ અથાત દેશના આપે છે, કારણ કે આપણા સહુમાં પુરુષાર્થની શક્તિ છે-ઉદ્યમ છે, વીર્ય ફોરવવાની આંતરિક શક્તિ છે, તાકાત છે.
એ વીર્યશક્તિ (પુરુષાર્થ) વડે જ ભગવાનનો ઉપદેશ ઝીલી (ગ્રહ)ને આપણામાંના સંસારભાવ, મિથ્યાત્વભાવ, દેહભાવ, કષાયભાવ આદિ કાઢી નાંખીને યાને કે એને વૈરાગભાવ, સમ્યગભાવ, આત્મભાવ, અધ્યાત્મભાવ, પ્રશાંતભાવમાં પરિણમાવવાનો-પલટાવવાનો પુરુષાર્થ ખેડી શકીએ છીએ. આજે ભાવપલટો, ભાવપરિવર્તન, હૃદયપરિવર્તન છે તે જ છદ્મસ્થ જીવને પહેલાં મિથ્યાત્વ ગુણસ્થાનકેથી ચોથા સમ્યકત્વ ગુણસ્થાનકે આરોહણ કરવાની મનોયોગની દૃષ્ટિ, પરિવર્તનની પ્રક્રિયા છે. (It is a turning point).
પાંચ કારણને સાધન બનાવી, સાધના કરી સાધ્ય અર્થાત સિદ્ધિની પ્રાપ્તિ કરવાની છે. કાળ જે વર્તમાન છે, તે ભૂત બને છે અને ભવિષ્ય, વર્તમાન બનીને અવતરે છે. વર્તમાનકાળનો ઉપયોગ કરી, ભૂત અને ભવિષ્યને ખતમ કરી કાળાતીત એટલે કે અકાલ થવાનું છે. ભવિષ્ય-વર્તમાન-ભૂતકાળની જે હારમાળા (Line-Chain) ચાલે છે, કાળનું જે વહેણ વહે છે, તે વિનાશી છે. એમાં વિનાશીપણું છે. જીવે એટલે કે આપણે સહુએ વિચારવાનું છે કે.વિનાશી રહેવું છે? કાળના પ્રવાહમાં તણાતા રહેવું છે? કે પછી અવિનાશી થવું છે ? અવિનાશી થવું હોય, કાળના વમળમાંથી કિનારે આવવું હોય, તો ભવિષ્ય, વર્તમાન, ભૂત એમ કાળની જે શૃંખલા ચાલે છે તેને તોડવી રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org