________________
3:59
;
પ્રત્યેક કારણની પાર્શ્વભૂમિકામાં કારણ રહેલ છે. અંગ્રેજીમાં જેને Factors Parameteres કહે છે. જૈનદર્શને કરેલ પૃથ્થકરણ અનુસાર કાર્યના મૂળમાં મુખ્યતાએ પાંચ કારણ રહેલ છે. એમાં ગૌણ પ્રધાનતા હોઈ શકે છે. આ પાંચ કારણ જે કાર્ય બનવામાં ભાગ ભજવે છે તે (૧) સ્વભાવ (૨) કાળ (૩) કર્મ (૪) પુરુષાર્થ (ઉદ્યમ) અને (૫) ભવિતવ્યતા (નિયતિપ્રારબ્ધ) છે.
જ્યાં સુધી અંતિમ કાર્ય થાય નહિ, કૃતકૃત્ય થવાય નહિ, એટલે કે આત્મા એના સ્વભાવ (મૂળ શુદ્ધ સ્વરૂપ) માં આવે નહિ ત્યાં સુધી આ પાંચ કારણો સંસારી છદ્મસ્થ જીવ વિષે વત્તે ઓછે અંશે ભાગ ભજવે છે અને કાર્ય-કારણની પરંપરા ચાલતી રહે છે.
જેમ પાંચ કારણ છે, તેમ જૈન દર્શનના તત્ત્વજ્ઞાન અનુસાર અસ્તિકાય (પ્રદેશ સમૂહ) છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય અને (૫) જીવાસ્તિકાય એમ પાંચ અસ્તિકાય છે.
આમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય વિષે માત્ર એક જ કારણ “સ્વભાવ ઘટે છે. એ ત્રણ અસ્તિકાય જડ, અક્રિય અને અરૂપી છે અર્થાત તેમનામાં પરિવર્તન કે પરિભ્રમણ નથી; તેથી તે ત્રણેમાં માત્ર એક જ કારણ સ્વભાવનું અસ્તિત્વ છે. ધર્માસ્તિકાયનો ગતિસહાયક ધર્મ, અધર્માસ્તિકાયની સ્થિતિ સહાયક ધર્મ અને આકાશાસ્તિકાયનો અવગાહના દેવાનો ધર્મ, તેમના તથા પ્રકારના સ્વભાવ છે. તે સાથે પુદ્ગલાસ્તિકાય વિષે માત્ર સ્વભાવ, કાળ અને ભવિતવ્યતા એ ત્રણ કારણો જ ભાગ ભજવે છે. પુગલાસ્તિકાય, એ જડ (અજીવ-નિશ્ચેતન) હોવાથી તેમ જ વેદના અને જ્ઞાન ન હોવાના કારણે કર્મ અને પુરુષાર્થ એ બે કારણ ઘટતા નથી. પરંતુ પુદ્ગલાસ્તિકાય, પરિવર્તનશીલ, (રૂપરૂપાંતરતા પર્યાયાંતરતા) હોવાથી તેમજ પરિભ્રમણશીલ (ક્ષેત્રમંતરતા) હોવાથી સ્વભાવ ઉપરાંત કાળ અને ભવિતવ્યતા ઘટે છે. - જ્યારે જીવાસ્તિકાયમાં જે સંસારી-છસ્વસ્થ જીવો છે એમના વિષે પાંચે કારણો ઘટે છે. ત્યારે સિદ્ધ પરમાત્માના જીવો વિષે, તેઓ તેમના મૂળ શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org