________________
ત્રૈકાલિક આત્મવિજ્ઞાન
ત્યારબાદ આવશે કાળ અને ભાવની ચિંતવના. મારો સ્વકાળ શું ? અને મારો સ્વભાવ શું ? કાળ અને સ્વભાવના બે ભેદ પડશે, વ્યવહાર કાળ અને વ્યવહાર ભાવ તથા નિશ્ચયકાળ અને નિશ્ચય ભાવ. નિશ્ચય કાળ અને નિશ્ચયભાવ બે જુદાં નથી. બંને એક જ છે. વ્યવહારના કાળમાં ચિંતવવું મારો ક્યો કાળ ચાલે છે ? પુણ્યનો ઉદય છે. તો તો પુણ્યોદયનો કાળ છે જેમાં ધર્મ અને ધર્મસામગ્રી તથા ધર્મરૂચિ મળેલ છે, જેના ટેકા વડે એવી ભાવના ભાવું, એવાં સ્વરૂપ ભાવમાં રમું, સ્વરૂપ રમમાણ થઈ જાઉં કે ભાવ પણ ચાલ્યો જાય અને સ્વભાવમાં આવી જાઉં, નિજાનંદીમાંથી સહજાનંદી બનું, કાળ અને ભાવને અભેદ કરી દઉં. કાળ મારો કોળિયો કરી જાય તે પહેલાં કાળનો હું કોળિયો કરી જાઉં અને કાળને મારા ભાવમાં ભેળવી દઉં. જેથી હું સ્વયં મારા ભાવ વડે મારા સ્વભાવમાં આવી જાઉં.
-
૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org