________________
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ
૬૫ નિશ્ચયથી તો આપણે સહુ આપણા સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવને જ વેદીએ છીએ. પછી તે જ્ઞાનમૂલક હોય કે અજ્ઞાનમૂલક, શુદ્ધ હોય કે અશુદ્ધ હોય પર દ્રવ્યક્ષેત્ર કાળ ભાવના આપણે સહુ જ્ઞાયક છીએ પણ વેદક નથી.
દૂધ અને પાણી એક ક્ષેત્રે રહેલા હોવા છતાં જેમ હંસ પાણીને જુદું પાડીને દૂધ પીએ છે, તેમ આત્મા અને શરીર (કર્મ) એક ક્ષેત્રે છે તેમાં ગુણ સ્થાનકે આત્માના જે આંશિક ગુણો રહ્યાં છે તે ગુણના સુખને પુદગલસ્કંધના (કર્મજનિત) સુખ દુઃખથી ભિન્ન કરીને તેનો ભેદ કરીને વેચવાનું છે. આત્માની ઉજ્વલતા હંસની જેમ પરમહંસ બનીને વેચવાની છે.
જે મારા આત્માથી કદી જુદું ન પડે તે “હું. અને તે મારું, આપણે આપણામાં જોડાઈએ એટલે કર્મથી છૂટાં થતાં જઈએ. મોહજનિત માનસિક દુઃખો અને દેહજનિત અશાતા વેદનીયના દુઃખોથી મુક્ત થવા માટે સ્વ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવની જ્ઞાન-ધ્યાનરૂપી આંતરક્રિયા કરવાની રહે છે. બંધ આંખનું જીવનવેદન બહારના બધાય સબંધ અને સંપર્કને તોડી નાંખવા કરવાનું હોય છે, એ ધ્યાનાવસ્થામાં તે પ્રકારની દૃષ્ટિ કરવાથી તત્સમયે આત્માના સુખનો અનુભવ થાય છે. જેનાથી સકામ (સંકલ્પપૂર્વકની) નિર્જરા થાય છે એટલું જ નહિ પણ સર્વથા ઘાતકર્મનો ક્ષય થતાં કેવલજ્ઞાન પ્રગટે છે. આમ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રતિજ્ઞા દૃષ્ટિપાતથી મોહજનિત ભાવો ઊભા રહેતા નથી. તથા અશાતા વેદનીય ઉપર પણ કાબુ મેળવાય છે.
દ્રવ્ય-ક્ષેત્ર-કાળના ઝઘડાઓ મન અને બુદ્ધિથી ચાલે છે. પરંતુ મન અને બુદ્ધિથી ભાવવાના સ્વભાવના ઝઘડા કોઈ કાળે થતા નથી અને ચાલતા નથી. આત્માના શુદ્ધ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવનું જ્ઞાન અને ધ્યાન થાય તો આ કાળમાં પણ જીવ, નિશ્ચયથી આત્મસુખની ઝલક મેળવી શકે છે-ઝાંખી કરી શકે છે. આત્મા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવનો ભોક્તા બને તો સુખી થાય. આત્મા પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો ભોક્તા બન્યો રહેશે તો દુઃખીનો દુઃખી રહેશે.
દ્રવ્યની વિસ્તૃત વિચારણા એટલે આત્મશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર, જીવ વિજ્ઞાન અને પદાર્થ વિજ્ઞાન કે ભૌતિક શાસ્ત્ર, જૈન દર્શનમાં જીવ માટે જીવવિચાર છે અને જીવ-અજીવ માટે પંચાસ્તિકાયસાર તત્ત્વાર્થસૂત્ર આદિ છે.
ક્ષેત્રની વિસ્તૃત વિચારણા એટલે ભૂગોળ અને ખગોળ શાસ્ત્ર. જૈનદર્શનમાં s-5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org