________________
૬૩
દ્રવ્ય-શેત્ર-કાળ-ભાવ અંદરમાં આપણી અપૂર્ણ અવસ્થાનું દશ્ય જગત અર્થાત્ ભાવ જગત પણ બદલાતું અને પલટાતું જગત છે, જેને જૈનદર્શનમાં છદ્મસ્થ અવસ્થા કહેલ છે.
તે પરમાત્મ તત્ત્વ દેશ (ક્ષેત્ર) અને કાળથી અતીત છે. પણ દ્રવ્ય અને ભાવ ઉભયાત્મક છે, એક છે અને અભેદ છે. જ્યારે છદ્મસ્થ સંસારીનું જીવદ્રવ્યઆત્મદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આશ્રિત છે. જેમાં ક્ષેત્ર અને કાળ પરિવર્તનશીલ હોવાથી દ્રવ્ય અને ભાવ પણ પરિવર્તનશીલ છે જે કારણથી તે ભેદરૂપ છે.
કેવલજ્ઞાની કેવલજ્ઞાનને વેદે છે એ સ્વસંવેદ્યરૂપ છે. કેવલજ્ઞાની સ્વ સ્વરૂપને વેદે છે. જ્યારે પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કેવલજ્ઞાનમાં જણાય છે. (Not going to know but come to Knowછે કેમ કે તે કેવલજ્ઞાનમાં (ચિદ્દર્શનમાં પ્રતિબિંબિત થાય છે. ચાર જ્ઞાન શેયને જાણવા જાય છે. જ્યારે કેવલજ્ઞાનમાં સર્વ જોયો જણાય છે. વળી તે સર્વ જોયો જેવડાં તેવડાં દેખાય છે, એ સિદ્ધ જ્ઞાતાદા ભાવ છે. કેવલજ્ઞાન ઉપયોગવંત હોય છે, જ્યારે બીજા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન ઉપયોગ મૂકવા રૂપ હોય છે. ઉદાહરણ તરીકે અરીસામાં પ્રતિબિંબનું પડતું દ્રશ્ય રંગરોગાન અને આકૃતિયુક્ત અદલાબદલ હૂબહૂ હોય છે. કેવલજ્ઞાનમાં ય એ પ્રમાણે પ્રતિબિંબિત થાય છે, દેખાય-જણાય છે. જ્યારે કોઈપણ પદાર્થનું ચિત્રકાર દ્વારા પ્રયત્નપૂર્વક કરાતું ચિત્રાંકન-ચિત્રામણ તેના અનેક રેખાંકનો અને રંગરોગાનની પૂર્તિથી હોય છે જે પદાર્થનું ચિત્ર હોય છે અને તે પદાર્થ જેવું હોય છે. પણ હૂબહૂ નથી હોતું કે જેવું પ્રતિબિંબ હોય છે. બાકીના ચાર જ્ઞાન આ પ્રકારના પ્રયત્ન પૂર્વકના ચિત્રામણ જેવાં હોય છે.
કેવલજ્ઞાનીને અનાદિ-અનંત એક જ સમયમાં જણાય છે. એક જ સમયે ત્રણે કાળના સર્વ પદાર્થના સર્વ પર્યાયો કેવલજ્ઞાનમાં જણાય છે. કેવલજ્ઞાનીની આ વ્યાખ્યા જે કરી છે તે છબસ્થ સંસારી જીવોને સમજવા માટે છબસ્થની અપેક્ષાએ કરેલ વ્યાખ્યા છે. પર વસ્તુના ભોક્તા એવા છદ્મસ્થ સંસારી જીવનું શાન ત્રણે કાળના ભેદરૂપ છે. એણે જાણ્યું, એ જાણે છે, અને એ જાણશેએવા ક્રિયાના કાળથી ત્રણ ભેદ ત્યાં પાડવા પડે છે. જ્યારે કેવલજ્ઞાનીનું જ્ઞાન, જીવને અને વેદન (ભોગ) ત્રણ રૂપ છે અને અભેદ છે. પર વસ્તુનું ભોક્નત્વ નીકળી જતાં કેવલજ્ઞાન થાય છે. પરવસ્તુના ભોકતૃત્વના કારણે જ કાળના ત્રણ ભેદ ભૂત-વર્તમાન-ભવિષ્ય પડી જાય છે. માટે જ છવાસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org