________________
૨.
સૈકાલિક આત્મવિજ્ઞાન કે દુઃખના દહાડા લાંબા લાગે-વસમા લાગે અને સુખનો સમય ક્યાં સરકી ગયો-વીતી ગયો તેની ખબર પણ ન પડે. એટલે વાસ્તવિકતામાં તો આમ ભાવ જ કાળ રૂપે પરિણમે છે..
આપણા સંસારી જીવોનો જે ભોક્તાભાવ અર્થાત્ લાગણી ભાવ છે તે જ કાળ છે. આપણો કર્તાભાવ નથી. પ્રતિ સમયે આપણે આપણા ઉપયોગને વેદીએ છીએ, અર્થાત્ ભોગવીએ છીએ, તે આપણા લાગણીના ભાવને કાળ કહેલ છે. બાકી પુદ્ગલ દ્રવ્યના ક્રિયાત્મક ક્રમિક અનિત્ય ભાવને જે કાળ કહ્યો છે. તે વ્યવહાર કાળ છે. વળી કાળ જેવું સ્વતંત્ર દ્રવ્ય અસ્તિકાય રૂપે અસ્તિત્વમાં છે જ નહિ, કાળ એ તો પર્યાય પરિવર્તન છે. એટલે જ કાળ આખરે તો ઓળખાય છે પુદ્ગલ, પરાવર્તન, અર્ધપુદ્ગલ પરાવર્તન.
શુદ્ધ એવા સિદ્ધ પરમાત્માને કાળ છે જ નહિ. તેઓ તો કાળાતીત અર્થત અકાલ એટલે કે ત્રિકાળ ઐક્ય છે. કાળ છે તે જ દુઃખ છે કારણ કે કાળ છે, તો ભાવિ છે અને ભાવિ છે તો ભવ છે. કે જે ભવ સાથે જન્મ-જરા-વ્યાધિ-મૃત્યુ અને તેના દુખ સંકળાયેલાં છે. વળી ભવ છે તેને ભાવિ છે અને તેને વર્તમાન છે. વર્તમાન જેને છે તેનો કાંઈ ઇતિહાસ છે કે જે ઈતિહાસ એનો ભૂતકાળ છે. આમ ભવભ્રમણનો અંત એટલે કાળનો અંત.
કાળ એ ક્યાં સ્મૃતિ છે કે ક્યાં તો સપનું છે. સ્મૃતિ અને સપનાં મીઠાં ય હોય અને માઠાં ય હોય અર્થાત્ સારા પણ હોય અને નરસા પણ હોય, જ્યારે આનંદ સ્વરૂપ મસ્તી અકાલ છે.
ભાવ :
ભાવ એ મનસ્થિતિ છે. દય સ્પંદન છે--ઊર્મિ છે. લાગણી છે-વેદનછે : અનુભૂતિ છે. આત્મા એની પરમાત્મા અવસ્થામાં, શુદ્ધાવસ્થામાં, સ્વભાવદશામાં હોય જે સચ્ચિદાનંદ અવસ્થા છે - જે મસ્ત અવસ્થા છે - સહજાનંદ અવસ્થા છે. વીતરાગ અવસ્થા છે. જ્યારે વિભાવદશામાં, અશુદ્ધદશામાં રાગદ્વેષ, સુખ-દુઃખ, ગુણ-દોષ, પુણ્ય-પાપ, હર્ષ-શોક મિશ્રિત અવસ્થામાં હોય છે.
કેવલજ્ઞાન એક જ એવું ને એવું જ છે. જ્યારે એક પછી બીજો ખવાતો કોળિયો એવો ને એવો ખરો પણ એ જ નહિ. નદીનો પ્રવાહ એ જ પણ પાણી એનું એ જ નહિ. જગતનું વહેણ અનાદિ-અનંત પણ જગત એનું એ જ નહિ. એ તો પ્રતિપળ પલટાતું બદલાતું સાદિ સાન્ત દૃશ્ય જગત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org