________________
to
સૈકાલિક આત્મવિજ્ઞાન જીવ અને પુદ્ગલને પરસ્પર નિમિત્ત, નૈમિત્તિક સદોષ સંબંધ છે. પરંતુ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયની માફક જીવ પુગલદ્રવ્યની સાથેના નિર્દોષ સંબંધનું નિર્માણ સ્વપુરુષાર્થથી કરી પરમાત્મા બની શકે છે. તેનું જ નામ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્મ ભગવંતે પ્રરૂપેલ જૈન ધર્મ
દ્રવ્ય :
દ્રવ્ય અને ક્ષેત્રનો સંબંધ દ્રવ્ય સાથે છે. જ્યારે કાળ અને ભાવનો સંબંધ ગુણ-પર્યાય સાથે છે. દ્રવ્યના અવગાહનાની સીમા અર્થાત દ્રવ્યનું કદ એ દ્રવ્યનું સ્વક્ષેત્ર છે, જે કેવડું?” પ્રશ્નો ઉત્તર છે. જ્યારે દ્રવ્યનું સ્થાન (Location) એ દ્રવ્યનું પર ક્ષેત્ર છે જે “ક્યાં” ? પ્રશ્નનો ઉત્તર છે. ' આ ચાર સંયોગનો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એમ નિશ્ચિત ક્રમાંકમાં જ ઉલ્લેખ થાય છે. તેનું ય આગવું મહત્ત્વ અને રહસ્ય છે. “દ્રવ્ય” પ્રથમ કહ્યું કારણ કે દ્રવ્ય અનાદિ અનંત, અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ છે. આધારતત્ત્વ છે. આપણા વ્યવહારમાં પણ પ્રથમ “હું છે. તે “હું પણું એ દ્રવ્ય છે. તેમ સન્મુખ આવનાર વ્યક્તિ કે પદાર્થની પ્રથમ ઓળખ “કોણ? અને “શું ? પ્રશ્નથી જ કરીએ છીએ, ને પછી જ તેના કદ, સ્થાન, રૂપ, ગુણધર્મ, હાલત ઈત્યાદિની પૃચ્છા કરીએ છીએ. પ્રથમ “હું” એ જીવ દ્રવ્ય-આત્મા છે. સામેના પદાર્થ વિષેનો પહેલો પ્રશ્ન છે “તે શું છે. અને વ્યક્તિ માટેનો પ્રશ્ન છે તે કોણ છે ?” ઉભય પ્રશ્નના ઉત્તરમાં દ્રવ્ય છે.
દ્રવ્ય મૂળાધાર છે. દ્રવ્ય છે તો કંઈક (Something) છે અને તે “કંઈક' ક્યાં છે ? ક્યારથી છે ? કેવું છે ? આદિ પ્રશ્નો ઉદ્ભવે છે. નહિ તો આ પ્રશ્નોને કોઈ સ્થાન જ નથી. માટે જ દ્રવ્ય પ્રથમ ક્રમાંકે છે.
કન્યા નથી તો લગ્ન શા ? વહુ સાપેક્ષ વર છે અને વર સાપેક્ષ જાનૈયા છે. માટે જ પહેલ પ્રથમ દ્રવ્યની અને પછી ક્ષેત્રની વાત આવે.
ક્ષેત્ર :
દ્રવ્ય પછીના બીજા ક્રમે ક્ષેત્રને સ્થાન આપ્યું છે. કારણ કે “હું છું પછીનો પ્રશ્ન “હું કેવડો છું ?” અને “હું કયાં છું?” અગાઉ જણાવ્યા મુજબ કેવડો ?” પ્રશ્નના ઉત્તરમાં કદ એટલે કે પિંડાકૃતિ આવશે જે દ્રવ્યનું સ્વક્ષેત્ર એટલે કે પોતાની કાયાએ રોકેલી આકાશસીમા અથવા તો પદાર્થે રોકેલી જગા છે.
જેવદ્રવ્ય અસંખ્ય આત્મપ્રદેશોનું બનેલું છે જે આત્મ પ્રદેશની અસંખ્યની સંખ્યા અનાદિ-અનંત એક જ રહે છે એ સંખ્યા અખંડત્વ છે. (સોની સંખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org