________________
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ છે. દ્રવ્ય સામાન્ય છે અને ગુણ-પર્યાય વિશેષ છે. દ્રવ્યની વિશેષતા ક્ષેત્રકાળ અને ભાવથી સુચવાય છે જે દ્રવ્યના પર્યાય છે અથવા તો કહો કે દ્રવ્યના વિશેષ્ય છે અને ગુણ-પર્યાય વિશેષણ છે. દ્રવ્ય આધાર છે, ગુણપર્યાય આધેય છે.
ગુણનું અસ્તિત્વ દ્રવ્ય વિનાનું સ્વતંત્ર નથી હોતું. ગુણ, ગુણી વગર ન હોય. જેમ કે ગળપણ સાકર વિના ન હોય. દ્રવ્ય રહિત સ્વતંત્ર ગુણધર્મ ક્યાંય પણ ક્યારેય નહિ મળે. માટે જ “ગુણપર્યાય તણું એ ભાજન” (પાત્ર) એમ કહીને દ્રવ્યને ઓળખાવ્યું છે. એ જ પ્રમાણે દ્રવ્ય પણ ક્યારેય ગુણપર્યાય વિનાનું ન હોય. કારણ કે પ્રત્યેક દ્રવ્યનું નિર્માણ વિશ્વના સમષ્ટિ કાર્યમાં નિશ્ચિત કંઈક ને કંઈક ફાળો આપવા સહેતુક છે પણ નિરર્થક નથી.
આ સર્વજ્ઞ ભગવંતે જોયેલું જગત એમણે જેવું પ્રરૂપ્યું છે, તે તે પંચાસ્તિકાય પ્રમાણે નીચે મુજબ છે.'
જગત એટલે મૂળ જીવ અને પુગલની રમત. રમત કદી, માત્ર ગતિશીલ કે સ્થિર ન હોય. ગતિપૂર્વક સ્થિતિ હોય કે સ્થિતિપૂર્વક ગતિ હોય, જે આપણા અનુભવથી આપણે જગતને જોઈએ છીએ. એટલે જેમ આકાશ પદાર્થોને પોતામાં રહેવા માટે અવકાશ આપે છે. તેમ ગતિસ્થિતિ પ્રદાન દ્રવ્ય જેને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય રૂપે નામકરણ કરી સર્વજ્ઞ ભગવંતે ખ્યાતિ આપી છે. તે ઉભય દ્રવ્યો પણ આ વિશ્વમાં છે. જીવનું તો સ્વયંનું ચિદાનંદ સ્વરૂપ છે. ચિથી પ્રકાશક છે અને આનંદથી વેદક છે.
જ્યારે પુદ્ગલ દ્રવ્યના વર્ણ, ગંધ, રસ, સ્પર્સ મૌલિક ધર્મ હોવા છતાં તેના સ્પર્શ ધર્મમાં સ્નિગ્ધતા અને રૂક્ષતાના અંગે ગ્રહણ ગુણ છે. ગ્રહણ ગુણ એટલે શું? સજાતિય અને વિજાતિયના સંબંધમાં આવવું તે ગ્રહણ ગુણ છે. આવો ગુણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવ (જીવાસ્તિકાય)ના મૂળ શુદ્ધ સ્વરૂપમાં નથી.
આ રીતે જીવ પોતાના મૂળસ્વરૂપને વિસારીને પોતાના જ્ઞાનની વીતરાગદશામાં રાગદ્વેષરૂપ વિકાર ઉત્પન્ન કરીને પુદ્ગલદ્રવ્યથી બંધાય છે, અને પુદ્ગલદ્રવ્યને બાંધે છે. આને જૈનદર્શનમાં આશ્રવ તત્ત્વ તરીકે ઓળખવામાં આવે છે. આવી બાંધવાની અને બંધાવાની ક્રિયા માત્ર જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યમાં જ છે. પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવના શુદ્ધ પરમાત્મ સ્વરૂપમાં નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયને સમસ્ત વિશ્વકાર્યમાં અનાદિ-અનંત નિર્દોષ સંબંધ છે. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org