________________
૩૭
બહિરાભા-અંતરાત્મા-પરમાત્મા મગ્ન છે તે મુનિ છે. જે માટે થઈને તે પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરે છે.
(૨) મુનિ એટલે મૌન અક્રિયતાનો સાધક. (૩) પાપ-વૃત્તિ અને પાપ-પ્રવૃત્તિમાં જે મૌન છે તે મુનિ છે.
(૪) મનમાં અસદ્ખોટી ઇચ્છા નથી તે મુનિ છે. જીતેન્દ્રિય :
(૧) શરીરમાં રહેલ ઇન્દ્રિયોનું ભાન હોય એટલે શરીરનું ભાન હોય પણ ઈન્દ્રિયના સુખ-દુઃખનું લેશ માત્ર ભાન ન રહે તો ઈન્દ્રિયો અને દેહનું ભાન ભુલાય. જીતેન્દ્રિયતા આવે એટલે દેહાતીતતા આવી કહેવાય.
માત્ર રસાસ્વાદ નહિ પરંતુ પાંચે ઈન્દ્રિયોના વિષય સુખના સ્વાદને જીતવું તે જીતેન્દ્રિયતા છે.
(૨) ઇન્દ્રિયો જીતી લીધી છે એવો કે જેનું ઇન્દ્રિય કહ્યું કરે છે અને જે ઇન્દ્રિયોનું કહ્યું કરતો નથી તે ઈન્દ્રિય વિજેતા જીતેન્દ્રિય છે.
(૩) ઇન્દ્રિયોને જે બહિરમુખીમાંથી અંતરમુખી બનાવે છે તે જીતેન્દ્રિય છે. નિગ્રંથ :
(૧) આપણો જ્ઞાનાદિ ઉપયોગ પ્રતિ સમયે પાંચ ઇન્દ્રિયો અને એનાં સુખસાધનોમાં કે દુઃખમાં વર્તી રહ્યો છે તે જ જીવની રાગ દ્વેષ રૂપી ગ્રંથિ (ગાંઠ) છે. એ ગાંઠથી જીવ ઇન્દ્રિયો સાથે બંધાયેલ છે. આ ગ્રંથિ તડવી એટલે નિગ્રંથ થવું.
(૨) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું બંધન નથી અર્થાત્ ગ્રંથિ નથી તે નિગ્રંથ છે.
(૩) દ્રવ્યાતીત, ક્ષેત્રાતીત, કાળાતીત થવાના લક્ષ્ય જે સમભાવે જીવન જીવે છે તે નિગ્રંથ છે.
(૪) ગ્રંથિભેદ કરી સમ્યકત્વ પ્રાપ્ત કરી લીધું છે અને જેને કોઈ ગ્રંથિ રહી નથી તે નિગ્રંથ છે.
અણગાર :
(૧) વ્યવહારથી અણગાર તે છે જેના દેહને આવશ્યક જીવવા માટે રહેવા અંગેનું માલિકીનું કોઈ મકાન (આગાર) કે સ્થાન નથી. ઝાડને એટલે કે ઝાડની છાયાને ય રહેવા માટેનું સ્થાન માનતા નથી તે અણગાર છે.
(૨) આગળ વધતાં નિશ્ચયથી અણગાર તે છે કે જે સ્વયં પોતાના દેહને પણ આત્મા માટે રહેવાનું ઘર માનતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org