________________
ત્રૈકાલિક આત્મવિજ્ઞાન
જ્ઞાન-દર્શનઉપયોગને સ્થિર કરો. સ્થિર ક્યાં કરાય ? અસ્થિર-અનિત્યમાં કે સ્થિર-નિત્ય એવા આત્મતત્ત્વમાં ? આત્મપ્રદેશોમાં ઉપયોગને સ્થિર કરવાનો છે, જેથી સ્વમાં લીન થયા પછી વિષય-કષાયરૂપ કોઈ સાધન ઉપયોગને રમવા માટે નહિ મળે.
જે જીવો પોતાના આત્મપ્રદેશો ઉપર દૃષ્ટિ નથી રાખતા, પોતાનામાં ઉપયોગ સ્થિર નથી કરતા, અને બહારથી વસ્તુમાં-વ્યક્તિઓમાં સુખબુદ્ધિથી, ઉપયોગથી રમણતા કરે છે, તે જીવો માટે કુદરત શિક્ષા ઊભી કરેછે, અશાતાવેદનીયના ઉદયને પામે છે. જેથી આત્મપ્રદેશોએ દુઃખ ભયંકર વેદે છે અને વિષય-કષાય ભોગવવા માટે દીન-અશક્ત-હીન બની જાય છે.
પર
વસ્તુઓ અને વ્યક્તિઓ બહાર છે. વિષય અને કષાયના પદાર્થો પણ બહાર છે આત્મપ્રદેશોમાં એ નથી છતાં ત્યાં આ ચિતરામણ કરે છે, અને જીવ દુઃખી થાય છે. સ્વ-આત્મપ્રદેશોમાંથી તો માત્ર જ્ઞાન અને આનંદ નીકળે છે. આત્મપ્રદેશોએ ઉપયોગ જો સ્થિર કરશું તો જ્ઞાન અને આનંદને વેદાશે, ઉપાસના તત્ત્વમાં હજી બહારનું આલંબન છે જ્યારે ધ્યાન સમાધિમાં બહારનું આલંબન પણ નથી. ધર્મ અનુષ્ઠાનોની ક્રિયા કરતા કરતા સ્વરૂપમાં ઉપયોગ-દૃષ્ટિ અંતરથી સ્થિર કરો.
દેહના સુખ-ભોગના પાયે કદી પણ આત્માનું સુખ નિરાવરણ થતું
નથી.
જ્ઞાન એ આત્મપ્રદેશોના ઉપયોગના આધારે છે, અને અશાતાવેદનીય એ ઉપયોગ અને આત્મપ્રદેશો ઉભયના આધારે રહે છે. અશાતાવેદનીય વખતે
જીવ આત્મ-પ્રદેશોએ દુઃખ વેદે છે એટલે અસહાય-હીન-અશક્ત નિર્બળ બને. વિષય-કષાય પણ નિર્બળ બને છે જેથી ભોગ-સુખ આદિ સુખેથી વેદી નથી શક્યો. ધ્યાન કરતી વખતે સ્વદોષદર્શન કરતાં શીખવું જોઈએ. પોતાના જ્ઞાનદર્શન ઉપયોગમાં વસ્તુઓ-વ્યક્તિઓ વિષય કષાયનાં ચિતરામણ થતાં નથીને તે જોવું જોઈએ.
ઉપયોગ-તત્ત્વ એ આદર્શતત્ત્વ છે. વિશ્વના પદાર્થો ભલે તેમાં પ્રતિબિંબિત થાય પરંતુ ઉપયોગથી આપણે આપણા પ્રદેશોમાં વસવું જોઈએ, રમવું જોઈએ, પ્રતિબિંબત પદાર્થોમાં ન રમવું જોઈએ.
ધ્યાનનું મહત્ત્વ જ્ઞાન માટે છે. ધ્યાનમાં જ્ઞાન ઉપયોગ આત્મપ્રદેશોએ સ્થિર થાય છે.
અધિકરણની અપેક્ષાએ ઉપકરણ ઊંચા છે. ઉપકરણ તમારી સામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org