________________
૫૪
વૈકાલિક આત્મવિજ્ઞાન ચાલુ રહે છે, તો આપણા કર્તા-ભોક્તાભાવથી જગત ચાલે છે તેમ માનવું એ ખોટું છે.
કેવળજ્ઞાની ભગવંતનું અઘાતી કર્મના ઉદયરૂપ જેવું ઉપયોગથી અક્રિય અને યોગથી સક્રિય જીવન છે તેવું જીવન આપણે સાધનાકાળમાં છાયારૂપે ઉતારવાનું છે.
કર્મના ઉદય તેનું કામ કરે છે, ઉદય વખતે મોહભાવ કરવો અગર ન કરવો તે જીવના હાથમાં છે. વિપાકોદય એ ઉપયોગમાં હોય અને પ્રદેશથી ઉદય હોય, ઉપયોગમાં ન હોય, સમ્યગ્દષ્ટિ જીવને વિપાકોદયમાં અનંતાનુબંધી કષાય ઉપયોગમાં નથી આવતો અને તે પ્રદેશોદયથી નિર્જરી જાય છે. તેવી રીતે આગળ-આગળના ગુણસ્થાનકે પ્રદેશોદયથી અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, નિર્જરી જાય છે; ઉપયોગમાં આવ્યા વગર સંજવલન કષાય જાય એટલે વીતરાગતા આવે, કેવળજ્ઞાન નિરાવરણ બને છે. - મોહભાવ કરવો એ વિકૃતિ છે; પણ આપણી પ્રકૃતિ નથી. મોહભાવ ન કરવો તે આપણી પ્રકૃતિ છે. - વર્તમાનકાળમાં આત્માના સ્વભાવની તાકાતથી જ્ઞાનદશામાં વર્તવાથી, નિર્મોહતા કરવાથી અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની આદિ કષાય પ્રદેશોદયથી જ નિર્જરી જાય અને વિપાકૉદય સુધી આવવા ન દે, આ છે ધર્મ-મોક્ષ-પુરુષાર્થ.
વિભાવ ઉપર સ્વભાવ વડે તાળું મારવાનું છે.
મોહનીય પ્રકૃતિમાં અનંતાનુબંધી કષાયનો રસ વર્તે છે. પરંતુ જાગૃત થયેલ જ્ઞાનદશામાં વર્તતા આત્માની તાકાત છે. અનંતાનુબંધી કષાય પ્રદેશોદયથી નિર્જરી જાય છે, વિપાકોદયમાં આવતો નથી.
નિર્વિકલ્પ ઉપયોગરૂપ ચારિત્ર એ આત્માના જ્ઞાનદર્શન ઉપયોગમાં છે; મનોયોગમાં-ભાવમનમાં મન અમન થયેલ હોય ત્યારે ભલે દેહ હોય અગર ન હોય. "
નિર્વિકલ્પ ઉપયોગ એટલે મનનું અમન કરવું.
ચારિત્ર અને તપ એ સંસારમાં સંસ્કાર બળથી શરૂ થાય છે અને તેની પૂર્ણાહૂતિ મનને અમન કરવાથી નિર્વિકલ્પ ઉપયોગ જે નિશ્ચયથી ચારિત્ર્ય છે પામ્યાથી થાય છે. પંચ મહાવ્રત-યોગાસ્થિરતા એ વચલી અવસ્થા છે.
- આત્માનો ઉપયોગ આત્માના પ્રદેશોથી અજ્ઞાનમય રાગદશામાં તરૂપ છે, એકક્ષેત્રી છે. આત્માના પ્રદેશો અને દેહ બદ્ધસંબંધે એકમેક છે. ઉપયોગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org