________________
- પપ
યોગ - ઉપયોગ - કેટલુંક ચિંતન જે વેદાય તે દેહમાં વેદાય. પરંતુ દેહમાં જે વેદાય (શાતા-અશાતા) તે ઉપયોગમાં વેદાય તેવું એકાંત નથી. જો તેમ હોય તો ઉપયોગ વીતરાગ-સર્વજ્ઞજ્ઞાનરૂપ બની ન શકે. ઘોર પરિષહ ઉપસર્ગ-કાળમાં અશાતા વેદનીયની અસર દેહ ઉપર હોવા છતાં તેની લેશમાત્ર પણ અસર મનોયોગમાં જ્ઞાન ઉપયોગમાં ન થાય તો ક્ષપકશ્રેણિ માંડીને ઘાતકર્મોને ખતમ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. ચારે અઘાતી કર્મના પુણ્ય પાપના વિપાકોદયની જે લેશમાત્ર અસર ન લે, તે ઘાતકર્મનો ક્ષય કરવાને શક્તિમાન બની શકે છે. અઘાતી કર્મના વિપાકોદયની અસર જેને વર્તતી હોય તે મોહભાવથી મુક્ત નથી. જ્ઞાન ઉપયોગને આ ઉપયોગ અસર કરે છે. એટલે જીવ અબદ્ધ થતો નથી.
ઉપયોગમાં જે મોહભાવ છે, અજ્ઞાનભાવ છે તે નડે છે. માટે ઉપયોગથી મોહભાવ-અજ્ઞાનભાવને ખતમ કરવાનો છે. જીવ પોતાના અજ્ઞાનભાવનેમોહભાવને વેદે છે, એટલે વિકારી બનીને જીવ દુઃખ ભોગવે છે, દુઃખનું મૂળ કારણ, સંસાર જેના ઉપર ચાલે છે તે મોહનીય કર્મ છે, મોહભાવ છે; અશાનભાવ છે.
જેવા આકારનું પાત્ર હોય, તે આકારમાં પાણી પરિણમશે. ઉપયોગ પણ જે પદાર્થોનો વિચાર કરે તે પ્રમાણે પરિણમે છે અને તે પ્રમાણે કર્મબંધ થાય છે. આમ વિજાતીય એવા પર - પદાર્થ સાથે ઉપયોગ બદ્ધસંબંધે ક્ષીરનીરની જેમ પરિમણે છે. તો સજાતીય સ્વરૂપ ઐક્ય એવા અરિહંતસિદ્ધ પરમાત્મામાં ઉપયોગથી પરિણમશું તો આપણો ઉપયોગ પણ વીતરાગ-નિર્વિકલ્પ-અવિનાશી એવા કેવળજ્ઞાનમાં પરિણમશે. છેવટે જો કેવળજ્ઞાન ન થાય તો દેવ મનુષ્યગતિ અપાવે અને અરિહંત-સિદ્ધપદના સ્વરૂપપદની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરાવી આપવા તક આપે છે. - ઉપયોગનો નિયમ કોઈ પણ પરપદાર્થમાં ઉપયોગ તન્મય થાય એટલે તે રૂપે ઉપયોગ પરિણમે છે. તો સજાતીય અને સ્વરૂપ-ઐક્ય અરિહંત-સિદ્ધપદમાં ઉપયોગથી પરિણમવું તે મોક્ષમાર્ગની અનન્યસાધના છે.
ઉપયોગ અનાદિકાળથી લક્ષણ રૂપે છે અને ઉપયોગમાંથી અશુદ્ધિ નીકળી જાય એટલે ઉપયોગ શુદ્ધ રહે છે.
અરિહંતપદની સેવા કરવી એટલે સ્વદોષદર્શન કરી કરીને દોષરહિત થવા ઉદ્યમી બનવું. અરિહંતપદની ધર્મ સાધના સાથે સાથે જરૂર કરવાની છે.
હું સચિદાનંદ સ્વરૂપે છું. તે વિધેયાત્મક જ્ઞાન-ધ્યાન છે.
જાતીય-ઐક્ય અને સ્વરૂપ-ઐક્ય એવા અરિહંતસિદ્ધના જ્ઞાન-ધ્યાનથી આવરણો હઠે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org