________________
સૈકાલિક આત્મવિજ્ઞાન ગુજન પરત્વે વિનય-વૈયાવચ્ચ-નમ્રતા-દીનતાથી તેમના ગુણ સાથે અભેદ થવાય છે એટલે આપણામાં તે ગુણોનો આવિર્ભાવ થાય છે. પશ્ચાત્તાપથી દોષોનો ભેદ (ખંડન) થાય છે અને ગુણો નિરાવરણ બને છે.
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું શ્રીમદે મુકેલ છે. કારણ જ્ઞાન એ મૌનતત્ત્વ છે. વચનયોગ એ જ્ઞાનતત્ત્વનો આધાર લઈને બહાર નીકળે છે. પરંતુ વચનયોગ એ જ્ઞાનતત્ત્વ નથી. જ્ઞાન એ બોલતત્ત્વ નથી. જો તેમ હોત તો સિદ્ધભગવંત પણ બોલતા હોત. મુનપિણું એટલે મૌન અવસ્થા. જ્ઞાનસ્વરૂપમાં સ્થિત થવું,નિર્વિકલ્પતા સેવવી. વચનયોગનો સંબંધ શરીર સાથે છે; ઉભય જડ પૌદ્ગલિક તત્વ છે.
જે વસ્તુ જેની સાથે પરમાર્થિક ભાવે અભેદ હોય તેમાં કાળક્ષેપ ન હોય, સદા હોય જ.
જ્ઞાન અને વચનયોગ એ ભેદ તત્વ છે, છતાં વચનયોગ જ્ઞાન વડે નીકળે છે, જ્ઞાનને આધીન વચનયોગ છે, વચનયોગને આધીન જ્ઞાન નથી. તેથી મૌન સેવવું તે ઉચિત છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પણ જ્ઞાનના આધારે છે, પણ ભેદ તત્ત્વ છે સાદિ-સાત છે. કેવળજ્ઞાન નિત્ય છે. મૌન રહીએ તો બોલવાનું બંધ થાય પણ જ્ઞાન વગરના ન થઈએ. જ્ઞાનનો સાચો અર્થ અબોલ છે. મૌન અબોલ રહીએ તો જ્ઞાન થાય. મતિ-અવધિ-મન:પર્યવકેવળજ્ઞાન એ મૂકજ્ઞાન છે. શ્રુત જ્ઞાન એ બોલતું જ્ઞાન છે. આધાર ભલે મતિ આદિ ચાર મૂકજ્ઞાનનો લે.
જેમ શરીર અને આત્માનો વિવેક ભૂલી જઈએ છીએ અને શરીરને આત્મા માનીએ છીએ તેમ જ્ઞાન અને બોલનો વિવેક ભૂલી જઈને બોલને જ્ઞાન સમજી લઈએ છીએ.
દ્રવ્યમૌન એ જીભથી ન બોલવું તે છે, પરંતુ અંદરથી વિચારણા-વાતો કરીએ છીએ. ભાવમૌન એટલે નિર્વિકલ્પ અવસ્થામાં રહેવું-પ્રવર્તવું તે છે. ભાવમૌન જાળવીએ તો જ્ઞાનસ્વરૂપમાં સ્થિર થવાશે. આત્મા અરૂપી છે-દેહરૂપી છે. આત્મા અશબ્દ છે. વચનયોગ શબ્દરૂપ છે. (જ્ઞાન એ અબોલ તત્ત્વ છે).
વિહરમાન કેવળી ભગવંત અબોલ બનીને વચનયોગનો ઉપયોગ કરે છે, એટલે તેમનામાં લેશમાત્ર રાગદ્વેષ રતિઅરતિ આદિ મોહજનિત ભાવ નથી હોતા. તેથી તેમણે તેમના જ્ઞાનને અબોલ બનાવેલ છે, છતાં બોલે છે.
જ્યારે છદ્મસ્થ જીવ બોલે છે, ત્યારે બોલ બહાર નીકળે છે, કારણ જ્ઞાનને અબોલ નથી બનાવ્યું. વીતરાગ-નિર્મોહ-નિષ્કપાય-નિર્વિકલ્પ જ્ઞાન હજી નથી બનાવ્યું. જ્ઞાનનું સ્વરૂપ મૌન-અબોલ છે એટલે જ્ઞાન વીતરાગ-નિર્વિકલ્પ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org