________________
યોગ - ઉપયોગ - કેટલુંક ચિંતન
૫૧ છે; કારણ કે ઉપયોગ પદાર્થોમાં સુખબુદ્ધિએ રમતો હોય છે. સ્વક્ષેત્રે જો ઉપયોગ દૃષ્ટિ વર્તે તો ઉપયોગ ચૈતન્યમય-સુખમય વેદાય, અને આવરણ હઠવાથી કર્મોની નિર્જરા થાય.
મોહ ઉપર વિજય મેળવશો તો અશાતા–વેદનીય ઉપર વિજય મેળવાશે. મોહની ચેષ્ટા બંધ કરવાથી મોહ જિતાશે. - મોહનો નાશ બે રીતે થાય છે : (૧) મોહની ચેષ્ટા બંધ કરવાથી, (૨) સ્વરૂપભાન રાખવાથી.
આપણા જ્ઞાન-દર્શનઉપયોગને આપણા આત્માના પ્રદેશો ઉપર જ સ્થિર કરવાનો છે, જેથી સ્વરૂપ ઉપર આવરણ જેમ જેમ હઠે તેમ તેમ સ્વરૂપરમણતા થતી જશે.
શાતા-અશાતા વેદનીય કર્મજનિત છે તેથી તે પરાધીન છે જ્યારે પરીષહો સ્વેચ્છાએ સ્વીકારવાના હોય છે.
આત્માનો ઉપયોગ જે પાંચ ઇન્દ્રિયોના વિષય-કપાય ઉપર જીવ કરે છે તેને બદલે પોતાના આત્માના પ્રદેશો ઉપર ઉપયોગ-દષ્ટિ કરવાની હોય છે.
દુઃખ સમયે તો જીવ એકાંતે આત્માના પ્રદેશો સાથે ઉપયોગવંત રહે છે. માટે સ્વેચ્છાએ પરિષહ ઊભો કરવાનો છે, જેથી આત્મપ્રદેશો ઉપર ઉપયોગ સ્થિર થાય, તેમ જ્ઞાનદશાએ રહીએ તો ઉપસર્ગ વખતે પણ આત્મપ્રદેશો ઉપર ઉપયોગ સ્થિર રહી શકે. જ્યારે સુખ વખતે વસ્તુ અને વ્યક્તિઓ ઉપર દૃષ્ટિ રહે છે. આત્મપ્રદેશો ઉપર દૃષ્ટિ નથી રહેતી. માટે પડચક્ર આદિ ધ્યાનના ભેદો શરીરની અંદર બતાવેલ છે. જેથી સ્વ-આત્મપ્રદેશોએ દૃષ્ટિ કરી સ્થિર થવાય અને બહારની વસ્તુઓ અને વ્યક્તિઓ ઉપરની દૃષ્ટિ બંધ થાય.
બહાર ભગવાનની મૂર્તિ ઉપર ત્રાટક કરીને, દૃષ્ટિની સ્થિરતા પ્રાપ્ત કરવી. સ્વરૂપ પામવા માટે, નિરાવરણ થવા માટે, પોતાના આત્મપ્રદેશોએ ત્રાટક કરીને સ્વમાં સ્થિર થવાનું હોય છે. જ્યાંથી જ્ઞાન -દર્શન-ઉપયોગ નીકળે છે ત્યાં જ આપણે સ્થિર થવાનું છે જેથી આપણા વિષય-કષાય-રાગ-દ્વેષમોહ આદિ ભાવો પાતળા પડતા જાય છે, મંદતા ધારણ કરે છે.
આત્મપ્રદેશો એ ઉપયોગનું ઘર છે, સ્વ છે. વસ્તુઓ અને વ્યક્તિઓ એ ઉપયોગ માટે પર છે. માટે પરમાં ન વસતાં સ્વઘરમાં વસવું જોઈએ, તે માટે ધ્યાન આદિ સાધના છે. મંદિર-મૂર્તિમાં ભગવાન સમક્ષ ધ્યાન કરીને પરિણામરૂપે પોતાના આત્મપ્રદેશોમાં ધ્યાન કરવાનું છે. આત્માના પ્રદેશો ઉપર મનને સ્થિર કરવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org