________________
બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા
૪૯
(અ) સુખ ન અપાય તો કાંઈ નહિ પણ કોઈને દુઃખ તો ન જ પહોંચાડવું. આનાથી દુર્જનતા ટળે, અને માનવતા આવે.
(બ) આગળ વધી દુઃખ તો ન પહોંચાડવું પણ મારા ભાવથી તે કંઈક કરી છૂટી સામેનાને હું સુખી કરવાનો પ્રયત્ન કરું. આનાથી માનવતા મહોરી ઊઠે છે સજજનતામાં,
(ક) ઉપરોક્ત બે ગુણ કેળવવાની સાથે સ્વયં કદી હું સુખની લાલસા રાખું નહિં અને પ્રતિકૂળતામાં કદી દુઃખી થાઉં નહિં. આનાથી માર્ગમાં ટકી રહેવાશે અને સિદ્ધિ તરફ આગળ વધાશે. પરિણામે આત્મસુખ અને સિદ્ધ સ્વરૂપ સાંપડશે.
(ડ) સુખ વેદવું તો આત્માનું જ સુખ વેદવું. અને નિત્ય સત્ય એવા આત્મસુખમાં સ્વરૂપમાં નિજાનંદમાં મહાન રહેવું અર્થાત્ સ્વભાવ દશામાં રહેવું. માનવમાં પહેલું માનવતાનું, બીજું સજ્જનતાનું, ત્રીજું સાધુ-સંત અંતરાત્માનું અને ચોથું સિદ્ધ સ્વરૂપ-પરમાત્માસ્વરૂપનું લક્ષણ અને સ્વભાવ છે.
માનવ દુઃખી હોઈ શકે, સજ્જન પણ દુઃખી હોઈ શકે જ્યારે સાધુસંતને દુઃખ હોય પણ તે દુઃખ તેમને દુઃખ આપી ન શકે.
જ્યારે અરિહન્ત પરમાત્મા કે સિદ્ધ પરમાત્મા તો ન સુખી હોય કે ન દુ:ખી હોય. તેઓ તો સદા સર્વદા સ્વભાવ દશામાં સચ્ચિદાનંદ સ્વરૂપમાં નિમગ્ન હોય.
S-4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org