________________
૪૮
સૈકાલિક આત્મવિજ્ઞાન સચ્ચિદાનંદને સ્વક્ષેત્રે એટલે કે આત્મક્ષેત્રે શોધે અને પામે તે અંતરાત્મા છે. જે અનુક્રમે પરમાત્મા બની શકે છે. આમ સચ્ચિદાનંદની અર્થાત્ પરમાત્મ તત્ત્વની અંતરક્રિયા સ્વક્ષેત્રે કરવી તેનું જ નામ અંતરાત્મપણું અને મોક્ષમાર્ગ.
(૧૧) જે સમયથી જીવ પોતાના બહિરાત્મભાવને જોતો થશે તે સમયથી જીવ અંતરાત્મા બનશે.
(૧૨) બહિરાત્મા માટે જેટલા મોક્ષના લક્ષ્યવાળા અંતરાત્મા છે તે ગુરુ છે અને જેટલાં પરમાત્મા છે તેટલા દેવ છે.
(૧૩) સમજુ માણસો સુખમાં દુઃખને જુએ છે અને દુઃખનો અંત આણે છે. દુઃખમાંથી જ જન્મનાર અને દુઃખમાં જ અંત પામનાર એવાં સુખની પાછળ સજ્જનો દોડતા નથી.
(૧૪) જીવ સજજન હોય કે દુર્જન, ગમે એવો હોય ભગવાને એને અનાદિથી જે આશ્રવ - બંધ - સંવર પ્રમાણે ફળ મળે એ જે પદ્ધતિ આપેલ છે તે ઘટે છે. કામ- ક્રોધ-લોભાદિ દુર્ગુણો છે તેથી દુર્જનો છે. સામે ત્યાગક્ષમા-નમ્રતા-નિર્મોહ-સંતોષ ગુણો છે તેથી સજજનો પણ છે.
અશુભ ભાવ છે તેમ શુભ ભાવ પણ છે. એ શુભ ભાવ ભાવનારા ને શુભ ભાવથી શુભ વર્તન-સદ્ વર્તનથી શુભ ભાવ બને છે.
(૧૫) જેની દૃષ્ટિ પૂર્ણ છે તેવા વીતરાગ પરમાત્માઓના કોઈ વિરોધી નથી જ્યારે જેની દૃષ્ટિ અપૂર્ણ છે તેના કોઈને કોઈ વિરોધી બહારથી પણ છે, અને અંદરમાં તે છદ્મસ્થ પોતે પણ પોતાનો વિરોધી છે.
દૃષ્ટિ એ જ્ઞાન છે. જ્યારે ભાવ એ લાગણી અર્થાત્ સુખ દુઃખ-આનંદ છે. દશ્ય અને સાધનસામગ્રીના પરિવર્તનથી અનુકૂળયોગ કે પ્રતિકૂળયોગમાં, સંયોગમાં કે વિયોગમાં ઉત્પાદ કે વ્યયમાં, શાતા કે અશાતામાં આપણો ભાવ અને દૃષ્ટિ સમ રાખવાના છે.
સમ્યગદર્શન, જૈનદર્શન, સ્યાદવાદ દર્શન, આત્મદર્શન, કેવલદર્શન એ બધાં દર્શનના વિશેષણો છે, પણ દશ્યના નથી. તેથી એમ સિદ્ધ થાય છે કે દર્શનને સુધારવાનું છે, માત્ર દશ્યને નહિ. અધિકરણ, ઉપકરણ, કરણ એ દશ્ય કોટિના છે. માટે સાધનાને તેમાં ન હોમાય.
દશ્ય એ મૂળ પદાર્થ નથી. પરંતુ દષ્ટિ અને ભાવ મૂળભૂત પદાર્થ છે. જેવી દષ્ટિ કરીશું એવા ભાવે સુખ કે દુઃખને વેદીશું. માટે હવેથી એટલો નિર્ણય તો કરવો જોઈએ કે...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org