________________
વૈકાલિક આત્મવિજ્ઞાન (૨૬) સંસાર અવસ્થા રૂપ આત્મા છે તે બહિરાત્મા છે. તેમ મોક્ષ સાધક (મુમુક્ષુ) અવસ્થા રૂપ છે, તે પણ એજ આત્મા છે જે બહિર્મુખી મટી અંતરમુખી થવાના કારણે અંતરાત્મા કહેવાય છે.
૪૬
(૨૭) સંસારક્ષેત્રે આપણે આપણા સિવાયના સઘળાને બાદ કરીને આપણને જ સંભારીએ છીએ. આપણો જ ફાયદો સ્વાર્થ જોઈએ છીએ અને આપણા જ ગુણગાન ગાઈએ છીએ. જ્યારે ધર્મક્ષેત્રે એથી વિપરીત આપણે આપણી જાતને બાદ કરીને બીજા બધાના જ ગુણદોષને જોઈએ છીએ. આ ઉભય બહિર્ભાવ છે અને બહિરાત્મપણું છે.
પોતાનામાં રહેલ મોહાદિભાવને જોઈને જે પીડા પામે છે અને તે મોહાદિભાવના નાશની પ્રવૃત્તિ કરે છે તથા સ્વરૂપનું જે સતત લક્ષ રાખે છે તે અંતરાત્મા છે.
અંતમાં હવે આ વિચારણામાંથી નિષ્પન્ન થતી સાધનાનો વિચાર કરીશું. જેવું સાધ્યનું સ્વરૂપ હોય તેવાં ભાવ અને તેવી સ્થિતિ સાધનામાં જે ઉતારે એને સાચો સાધક કહેવાય.
પરંતુ જે બાહ્ય ઉપકરણ આદિ સાધનના ભેદમાં જ રાચે તેને સાધક કહેવાય કે કેમ તે વિકટ પ્રશ્ન છે.
(૧) મનથી શરીરને જ જોઈએ તે બહિરાત્મ ભાવ છે, મનથી મનને જોતા થઈએ તો દિશા અને દશા ઉભય બદલાઇ જાય, એ આંતરનિરીક્ષણ હોવાથી અંતરાત્મ ભાવ છે.
(૨) ઉચ્ચતમ એવા પરમાત્મા સાથે સંબંધ કરી એવું ઉત્તમ નિર્દોષ જીવન જીવવાના ભાવ ઉચ્ચતમ પરમાત્માવસ્થાને પ્રાપ્ત કરી શકે છે.
(૩) પ્રેમ-કરૂણા અને વાત્સલ્ય સહ સમગ્ર વિશ્વના જીવોની દ્રવ્યદયા અને ભાવદયા ચિંતવવાથી પરમાત્મા બનેલ છે. એમનું અનુસરણ કરીને વિશ્વના જીવોના યથાશક્તિ દ્રવ્યદયા કરવા વડે અને સર્વ જીવોની ભાવદયાની ચિંતવનાથી પરમાત્મા થઈ શકાય.
(૪) આત્માના સ્વરૂપ ને આવરના દોષોનું દર્શન કરવું અને તેની પીડા થવી તે આત્મદશા છે.
(૫) આત્મા જ્યાં છે ત્યાં જોવું, આત્મા જેવો છે તેવો જોવો અને આત્માનું સ્વરૂપ જેવું છે એવું એનું જ્ઞાન ધ્યાન ભાન કરવું એનું નામ અંતરાત્મપણું અર્થાત્ આંતરદશા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org