________________
કાલિક આત્મવિજ્ઞાન અરિહન્ત પરમાત્મા ... શરીર અને જેના જ્ઞાન + દર્શન + ચારિત્ર + તપ + વીર્ય ઉપયોગ પૂર્ણ છે એવા આત્માનો સમૂહ છે.
(૧૫) બહિરાત્માનાં આવરણ ગાઢ છે અને તેથી અપારદર્શક છે. અંતરાત્માનું આવરણ અલ્પ છે અને તેથી અર્ધપારદર્શક છે.
જ્યારે પરમાત્મા આવરણરહિત છે અને તેથી સ્વ પર પ્રકાશક છે.
(૧૬) બાહ્યદૃષ્ટિ એ બાલદૃષ્ટિ છે. આંતરદષ્ટિ એ અધ્યાત્મ (પર્યાપ્ત) દૃષ્ટિ છે. જ્યારે સમદષ્ટિ એ બ્રહ્મદષ્ટિ છે.
(૧૭) શેયને જાણીને શેયને ચોંટે તે બહિરાત્મા છે. શેયને જાણીને જ્ઞાન અર્થાત્ સ્વ (આત્મા)માં સમાય તે અંતરાત્મા છે. જ્યારે શેય જેના જ્ઞાનમાં જણાય છે એટલે કે પ્રતિબિંબિત થાય છે તે કેવલજ્ઞાન છે એવા કેવલજ્ઞાની પરમાત્મા છે.
દષ્ટિને દશ્યમાં સમાવવી તે બહિરાત્મ ભાવ છે, જ્યારે દષ્ટિ દૃષ્ટામાં સમાવવી તે અંતરાત્મ ભાવ છે.
અધ્યાત્મ દૃષ્ટિ એટલે સર્વાગી દૃષ્ટિ, આરપાર જોવું તે પરમાત્મ દૃષ્ટિ છે. એ સમગ્ર દર્શન છે.
બહિરાત્મ દષ્ટિ એટલે માત્ર બહારનું જોવું અને અંદરનું જોવું જ નહિ.
(૧૮) જે જીવ પોતામાં રહેલી અશુદ્ધતા (દોષ-મોહ-વિકાર)ને ન જાણે અને પોતામાં રહેલી શુદ્ધતાને ય ન જાણે તે અજ્ઞાની છે એ બહિરાત્મા છે. - જે સત્તામાં રહેલી પોતાની શુદ્ધતાને અને પોતાની વર્તમાન અશુદ્ધતાને જાણે છે એ જ્ઞાની છે અર્થાતુ અંતરાત્મા છે અને જે પોતાની શુદ્ધતાને વેદે છે અને અન્ય સર્વની શુદ્ધતા અને અશુદ્ધતાને સંપૂર્ણપણે જાણે છે તે પરમાત્મા છે. ' (૧૯)જીવ કર્મના ઉદયે કર્મનો ભોક્તા હોવા છતાં નિશ્ચયથી તો જીવ પોતાના અજ્ઞાન અને મોહાદિ અશુદ્ધ સ્વભાવને જાવેદે છે, ભોગવે છે. અશુદ્ધ આનંદ જે સુખ દુઃખ રૂપે પરિણમેલ છે, એને વેદે છે. અશુદ્ધ જ્ઞાનને વેદે છે.
અંતરાત્મા એમ વિચારે છે કે હું કર્મ નૈમિત્તિક મારા અશુદ્ધ આનંદને અજ્ઞાનને-મોહાદિભાવોને વેદું છું.
જ્યારે બહિરાત્મા એમ માને છે કે હું કર્મને અર્થાત ઇન્દ્રિય અનુકૂળ બાહ્ય ભોગસામગ્રીને વેદું છું. પરંતુ નિશ્ચયથી તો પોતે પોતાના અશુદ્ધ આનંદને વેદે છે એવી સમજણ એને હોતી નથી.
(૨૦) કોઈનું ય બૂરું ન ઇચ્છવું, કોઈનું ય બૂરું ન કરવું એ માનવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org