________________
બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા
૪૩
જઠરની શીત-ઉષ્ણતાની અસર આખાય શરીર ઉપર પડે છે. વળી બહારના શીત કે ઉષ્ણ એવા ઉષ્ણતામાનની અસર પણ દેહ ઉપર પડે છે. તેથી વસતિ એટલે કે રહેઠાણ અને વસ્ત્ર એટલે કે કપડાની આવશ્યકતા દેહધારીને રહે છે. એજ શીત-ઉષ્ણની વિષમતા અંદરમાંના કફ-પિત્ત વાયુની વિષમતાનું કારણ બને છે જેને સમ (સરખાં) રાખવા ઔષધિની ગરજ પડે છે.
આવાં દેહ પુદ્ગલના બનેલ હોવાથી અને પુદ્ગલ વડે ટકતા હોવાના કારણે અન્ન-આચ્છાદાન (વસ્ત્ર) -આશ્રય (રહેઠાણ) અને ઔષધિની દેહ હોય છે ત્યાં સુધી ઓછેવત્તે અંશે ગરજ પડે છે. માટે જ સાધુ-સંન્યાસીને આવશ્યકતાની ભિક્ષાનો હક છે અને એનું દાન કરવું એ આપણું કર્તવ્ય છે.
(૧૨) અન્ય સંયોગ જ્યાં લગી આત્મા છે, ત્યાં સુધી સંસારી કહેવાય. જીવ ત્રણ પ્રકારે છે. દેહસંસારી, મોહસંસારી, અને પરિગ્રહસંસારી. એમાંથી તીર્થંકર પરમાત્મા-અરિહન્ત પરમાત્મા-સામાન્ય કેવલિ ભગવંત પરમાત્મા દેહસંસારી છે. પણ મોહસંસારી અને પરિગ્રહ સંસારી નથી.
સાધુ ભગવંતો પણ મોહનો નાશ કરવા માટે સાધના કરે છે અને જ્યાં સુધી મોહનો સર્વથા નાશ નથી કર્યો ત્યાં સુધી મોહ છે અને સિદ્ધ થયા નથી તેથી તેઓ દેહસંસારી અને મોહસંસારી . અને જેને મોહને રમવાના રમકડાં રૂપી પરિગ્રહ છે, તેથી પરિગ્રહ સંસારી.
સિદ્ધ પરમાત્મા અદેહી છે તેથી એકે ભેદે સંસારી નથી.
(૧૩) બહિરાત્મા સંસારી જીવ એટલે આત્મા + મન + શરીરનું એક ક્ષેત્રે એકીકરણ. ત્યારે સિદ્ધ પરમાત્મા એટલે માત્ર આત્મા અને કેવલિ ભગવંત અરિહંત પરમાત્મા એટલે માત્ર આત્મા અને શરીર. પણ દશા ગડડિયા નાળિયેર જેવી, નાળિયેરમાં ગોળો છૂટો પડી ગયો હોય તેવી. મન (ઇચ્છા) તો તેમને છે જ નહિ એટલે સંસાર નથી. માત્ર દેહ છે ત્યાં સુધી દેહનો કલ્યાણ વ્યવહાર છે.
(૧૪) સંસારી જીવ-બહિરાત્મા એટલે શરીર + મન + આત્માનું બંડલ (સમૂહ) જેમાં શરીર એ પંચભૂત + પાંચ પ્રાણ + પાંચ ઇન્દ્રિયો + સાત ધાતુનું બંડલ છે. તેમાં વળી મન એ ઇચ્છા + રાગ + વિકલ્પ (વિચાર) + વાસનાનું બંડલ છે. જ્યારે આત્મા એ જ્ઞાન + દર્શન + ચારિત્ર્ય + તપ + વીર્ય + ઉપયોગનો સમૂહ છે. જેમ શરીરની સાત ધાતુ, રસ, રૂધિર, માંસ, મેદ, મજ્જા, અને શુક્ર છે એમ આત્માની આ પાંચ ધાતુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org