________________
બહિરાભા-અંતરાત્મા-પરમાત્મા છે. પોતાના સાધન અને શકિતનો સદુપયોગ કરી બીજાંઓનું ભલું કરવું એ સજ્જનતા છે. જ્યારે પોતાની સર્વ સુખસગવડનો ત્યાગ કરી બીજાં જીવોને સુખી કરવા અને પોતાને કોઈ દુઃખ આપે તો સહન કરવું તે સાધુતા છે. સાધુ દુઃખ દેનારને ક્ષમા આપે છે. જ્યારે સર્જન પોતાના સુખનો ત્યાગ નથી કરતો. આવશ્યક હોય તો દુર્જનને દંડ પણ દે છે અને વખત આવે ક્ષમાં પણ આપે છે.
મરણાંત ઉપસર્ગ કરનાર પરત્વે ક્ષમાભાવ ધારણ કરી પોતાના દેહનું પણ બલિદાન દેવું પડે તો દઈ દે છે એ સાધનાની ચરમાવસ્થા, સાધનાની પરાકાષ્ઠા છે. એ મહાન સાધુતા છે.
(૨૧) જે કોઈને ડરાવતો નથી તે સજજન છે. પણ જે કોઈને ડરાવતો નથી અને ડરતો પણ નથી કે ડગતો ય નથી તે સંત છે.
(૨૨) સુખ જ ઈચ્છનારો અને દુઃખથી ડરનારો એ જન છે જે પાપાત્મા છે. સુખ ઇચ્છતો નથી અને દુઃખથી ડરતો નથી એ જૈન છે, ધર્માત્મા છે. જે સુખને છોડનારા અને દુઃખને આવકારનારા છે એ મુનિ(જતિ) મહાત્મા છે, સુખ અને દુઃખથી પર સહજાનંદમાં-સ્વરૂપાનંદમાં મસ્ત રહેનારા છે એ જિન છે જે પરમાત્મા છે.
(૨૩) વેદાંતની પરિભાષામાં કહીએ તો બ્રહ્મવિદ્ એટલે સમ્યકત્વ ! બ્રહ્મવિદ્વર એટલે દેશવિરતિ-સર્વવિરતિ ! બ્રહ્મ વિદ્ વરિષ્ઠ એટલે ક્ષપકશ્રેણિથી લઈ (આઠમા ગુ. થી) બારમા ગુણસ્થાનકની અવસ્થા !
બ્રહ્મવિદ્ વરિયાનું એટલે કેવલજ્ઞાન અવસ્થા. બ્રહ્મવિદ્ વરિયાન પરમાત્મા છે જ્યારે બાકીના અંતરાત્મા છે.
(૨૪) દયા-દાન સેવા-પરોપકાર વૃત્તિ-કરુણા અને વિષયમાં ઓછી આસક્તિ એ પ્રાથમિક ભૂમિકામાં રહેલ સાધકની અવસ્થા છે. વિષયમાં અનાસક્તિ છતાં જીવનમરણમાં લોભવૃત્તિ છે. એ સાધનામાં પ્રથમ ભૂમિકાએથી આગળ આગળ વધેલ સાધકની અવસ્થા છે. જીવન મરણમાં ભેદ નથી કે લેશ પણ તે અંગે ક્ષોભવૃત્તિ નથી તે સાધ્ય પ્રાપ્તિની સમીપ રહેલ સાધકની અવસ્થા છે. જે શ્રેણી સાધકાવસ્થા છે.
(૨૫) કર્મ-મોહ અને દેહ પરમાત્માને નથી તેથી પરમાત્મા શુદ્ધ, શ્રેષ્ઠ અને ઉત્તમ છે, જ્યારે આપણે કર્મ-મોહ અને દેહ છે. તેથી આપણે અશુદ્ધકનિષ્ઠ અને અધર્મી છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org