________________
૪૭
બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા
(૬) આત્મા બે પ્રકારના છે, શુદ્ધ અને અશુદ્ધ અથવા નિરાવરણ અને સાવરણ,
સિદ્ધ પરમાત્મા છે તે પ્રદેશથી અને ઉપયોગથી શુદ્ધ આત્મા છે. જે અજન્મા, અમર, અષ્ટકર્મમુક્ત, અદેહી, નિરંજન, નિરાકાર અને નિરાવરણ પરમાત્મા છે.
કેવલિ ભગવંત ઉપયોગથી શુદ્ધ પરમાત્મા છે. પરંતુ આત્મ પ્રદેશો અઘાતી કર્મથી ઘેરાયેલાં છે. ત્યાં સુધી પ્રદેશ અશુદ્ધિ છે. એઓ ચાર ઘાતકર્મરહિત સયોગી પરમાત્મા છે.
જ્યારે સાવરણ આત્મા, સત્તાગત પરમાત્મ સ્વરૂપ હોવા છતાં વર્તમાનમાં મોહનીયના વિકારી ભાવને વેદતો હોવાથી એ સંસારી આત્મા છે.
દરેક જીવમાં સત્તાગત પરમાત્મ તત્વનું અસ્તિત્વ છે જેને આવરણ હઠાવીને નિરાવરણ બનાવી પ્રગટ કરી શકાય છે.
તેથી જ સર્વ પ્રતિ પરમાત્મ દૃષ્ટિ કેળવવાથી દુર્ભાવ હઠે છે, સદ્ભાવ જાગે છે અને તેથી સદ્ વ્યવહાર થાય છે. જેના પરિણામે લઘુકર્મી થવાય છે. આ દષ્ટિને કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય કહે છે.
(૭) પ્રતિ સમયે સ્વદોષ દર્શન કરવું અને દોષરહિત થતાં જવું એ નિષેધાત્મક (Negative) અંતરાત્મપણું છે.
તેમ પ્રભુપણે પ્રભુને ઓળખી અને પરમાત્માના ગુણગાન ગાઈએ, સ્વરૂપ લક્ષ્ય કરવું તે વિધેયાત્મક (Positive) અંતરાત્મપણું છે.
(૮) દેશરૂપ છબસ્થ વ્યક્તિ પાસે દેશભાવ મળે પરંતુ સર્વભાવ નહિ મળે. સર્વરૂપ તો સિદ્ધ પરમાત્મા અરિહંત પરમાત્મા છે. જે એકરૂપ છે તે પરમાત્મા છે એમાં શ્રદ્ધા રાખવાની છે. જેના અનેકરૂપ છે-જે બહુરૂપી છે (પુલ) એમાં વિશ્વાસ રાખવા જેવો નથી. કારણ કે સ્વયં નાશ પામે તો આપણો વિશ્વાસ ક્યાં ઊભો રહે!
(૯) જે આત્મા કર્મના ઉદયકાળે સમતા રાખે છે, સ્વરૂપ ભાવથી વર્તે છે તેને બધા મહાત્મા કહે છે.
જે ક્ષમા રાખે છે અને સમતા રાખે છે તે જીવ કર્મ બંધ તોડી શકે છે અને એની કર્મબંધની પરંપરા અટકે છે.
(૧૦) જેનું ચિત્ (જ્ઞાન) સત થયેલ છે અને આનંદ સ્વરૂપ છે તે (જ્ઞાન અર્થાત્ આત્મા) સચ્ચિદાનંદ છે. પરમાત્મતત્ત્વ એટલે સચ્ચિદાનંદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org