________________
૪૦
વૈકાલિક આત્મવિજ્ઞાન
વેદન કરતાં હોય છે તથા જગતના લોકોને સત્તત્ત્વ આપતા હોય છે તેને સદ્ગુરુ કહેવાય છે.
(૮) જે (બ્રહ્મશ્રોત્રિય) શ્રુતકેવલિ છે અને જે (બ્રહ્મનિષ્ઠ) આત્મનિષ્ઠ છે તે સદ્ગુરુ છે.
(૯) જે સત્તત્ત્વને બતાડે છે અને સત્ વડે સાધના કરાવી આપે છે તે સદ્ગુરુ છે.
(૧૦) જે જ્ઞાની ભગવંતોએ અહમ્ જીત્યો હોય, અહહિત હોય, અને નિરાભિમાન થયા હોય તેઓ ધર્મચલાવવાને, ધર્મ આપવાને અને ગુરુપદે સ્થાપવાને યોગ્ય છે.
(૧૧) જે પોતાના અહમાં અને પોતાના વિકલ્પમાં રાચતા હોય તેઓ સાચો ધર્મ ચલાવવાને યોગ્ય ન કહેવાય.
સાદિ સાન્તતત્ત્વના સિદ્ધાંતો દ્વૈત તત્ત્વના છે અને તેમાં આગ્રહ રાખનાર કયાંય ભૂલ કરતા જ હોય છે.
અંતરાત્મા અને ગુરુની ઓળખ બાદ જે આપણું સાધ્ય છે, તે પરમાત્મા કેવાં હોય એની જાણ નીચેની વ્યાખ્યાઓથી કરીશું.
પરમાત્મા :
(૧) જેણે ધર્મ પૂર્ણ કરી લીધો છે અને હવે ધર્મ સાધના કરવાની રહેતી નથી તે સાધ્યથી અભેદ થયેલ છે એ પરમાત્મા છે.
(૨) પરમાત્મા પૃથ્વી જેવા સ્થિર છે, જલ જેવા પ્રસન્ન છે. પવન (વાયુ) જેવા નિઃસંગ છે, અગ્નિ જેવા ભોગભાવને-કર્મને ભસ્મિભૂત કરનારા છે, અથવા તો જ્યોતિ જેવા પ્રકાશ સ્વરૂપ છે અને આકાશ જેવા સર્વ વ્યાપક છે. (૩) જેના જ્ઞાન અને વેદન અભેદ થઈ ગયાં છે તે પરમાત્મા છે. (૪) જે સર્વકાળે છે, સર્વત્ર છે, સર્વ સમર્થ છે અને સર્વના છે તે પરમાત્મા છે.
(૫) જે પોતાના સ્વરૂપમાં તન્મય છે અથવા તો સ્વરૂપથી તરૂપ છે અને સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યાં છે તે પરમાત્મા છે.
(૬) જે પોતાના સ્વરૂપને પૂરેપૂરું જાણે છે અને સંસારીઓના પણ બધાં જ સ્વરૂપને અને વિરૂપને પૂરેપૂરાં જાણે છે તે પરમાત્મા છે.
(૭) જે જ્ઞાનસ્વરૂપ (ચેતનતત્ત્વ) છે, જે જ્ઞાનેશ્વર (કેવલજ્ઞાન સર્વશતાની શકિતરૂપે) છે અને જે જ્ઞાનાનંદ (આનંદવેદન ગુણથી) છે તે પરમાત્મા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org