________________
૩૮
સૈકાલિક આત્મવિશાન દિગમ્બરત્વ :
ઉપયોગ (જ્ઞાન-દર્શન)માં રાગ-મોહના જે ભાવો છે તે ઉપયોગ ઉપરનાં વસ્ત્રો છે. જ્યારે આત્મપ્રદેશોએ દેહરૂપી વસ્ત્ર પહેરેલ છે. માટે દિગમ્બરપણાથી દેહ ઉપરનાં વસ્ત્રો કે તે ઉપરનું મમત્વ તો છોડવાનું છે, પણ આત્મપ્રદેશો ઉપરના દેહરૂપી વસ્ત્રોય છોડવાનાં છે, અને દેહરહિતતા (અદેહી અવસ્થા) પ્રાપ્ત કરવાની છે. એ શક્ય ત્યારે જ બને કે જ્યારે જ્ઞાનાદિ ઉપયોગ ઉપરના રાગ અને મોહ રૂપ વસ્ત્ર છૂટે. એ વસ્ત્રો વીતરાગતાથી અને નિર્વિકલ્પકતાથી છૂટે છે.
શબ્દ બ્યુત્પત્તિથી વિચારીએ તો દિક એટલે દિશા અને અમ્બર એટલે વસ્ત્ર, દિશા જેનું અંબર (વસ્ત્રો) છે તે દિગમ્બર. આ રીતે નિશ્ચયથી દિગમ્બર સિદ્ધ ભગવંતો-સિદ્ધપરમાત્મા છે. સર્વવિરતિ :
સર્વ વિરતિ એટલે જોઈએ જ નહિ, મળેલું ય નહિ અને ન મળેલું ય નહિ. મળેલાં (પ્રાપ્ત-ગ્રહિત)નો સર્વથા ત્યાગ અને ન મળેલાનો અર્થાત્ અગ્રહિત (અપ્રાપ્ત)ની લેશ માત્ર ઈચ્છા નહિ. સર્વવિરતિ એટલે સર્વથા વિરક્ત ભાવ.
જ્યારે દેશવિરતિ (આંશિક વિરકતભાવ)ને જોઈતું હોય છે, પણ જે જોઈએ છે એ અમર્યાદિત નહિ પણ મર્યાદિત.
મહાત્મા :
(૧) મહાત્મા તેમના યોગ અને આત્માથી મહાન છે તેથી મહાત્મા કહેવાય છે. યોગથી અન્ય જીવો ઉપર ખૂબ ખૂબ ઉપકાર કર્યા હોય છે અને પોતાના જ તે મન-વચન કાયાના યોગથી પરમાત્માની ખૂબ ખૂબ ભક્તિ-સાધના કર્યા હોય છે.
(૨) જે આત્મા ઉદયકાળે સમતા રાખે છે અને સ્વરૂપ ભાવમાં રહે છે, તેને બધા મહાત્મા કહે છે.
(૩) જે અનંત ભૂતકાળ અને અનંતા ભવિષ્યકાળ એટલે કે દીર્ધકાળ ઉપર વિજય મેળવે છે તે મહાત્મા છે. એનું કારણ એ છે કે કાળ એ મહાના તત્ત્વ છે. એની ઉપર વિજય મેળવે તે મહાન ક્ષેત્ર વિજેતા રાજા છે. જ્યારે કાળ વિજેતા મહારાજા છે, તે મહાત્મા છે.
આવા આ અણગાર, નિગ્રંથ, જીતેન્દ્રિય, સર્વ વિરતિધર સાધુ, સંત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org