________________
બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા
- ૩૯ સંન્યાસી, મુનિ, મહાત્માઓ પરમાત્મા બનવાની ઇચ્છાવાળા છે. પરમાત્મા થવાની સાધના કરનારા સાધકો છે. પરમાત્મા કથિત અને પરમાત્મા પ્રણિત તત્ત્વોનું વહન કરનારા પરમાત્માના ચાહક છે. આમ તેઓ પરમાત્મતત્ત્વના ચાહક અને વાહક એવા પરમાત્માની ગેરહાજરીમાં પરમાત્માના પ્રતિનિધિ છે. દેવના દૂત છે. દેવના પ્રતિનિધિ છે. તેથી તેઓ ગુરુ છે. આવા આ ગુરુ કેવા હોય એનીય ઓળખ કેટલીક વ્યાખ્યાઓથી સ્પષ્ટ થાય છે તે હવે જોઈએ. ગુરુ : -
(૧) સિદ્ધ પરમાત્માના સ્વરૂપને કહેનારાં બે વિશેષણો ગુણાતીત અને રૂપાતીત છે એના પ્રથમાક્ષર “ગુ” અને “૬ વડે ગુરુ શબ્દ બન્યો છે. એ પરમાત્માના ચાહક અને વાહકનું નામકરણ છે. આમ ગુરુ શબ્દના સંદર્ભમાં જે ગુણાતીત અને રૂપાતીત થવાની સ્વયં સાધના કરે છે અને અન્યને ગુણાતીત અને રૂપાતીત થવામાં સહાય કરે છે, નિમિત્ત બને છે તે ગુરુ છે. અહીં ગુણાતીત એટલે તામસ, રાજસ અને સાત્વિક ભાવથી પર અને રૂપાતીત એટલે અદેહી-અરૂપી.
(૨) જે “ગુ એટલે કે અંધકારમાંથી “ એટલે પ્રકાશમાં લઈ જનાર છે તે ગુરુ છે.
(૩) પરમાત્મા સાથે સંબંધ સ્થાપી, પરમાત્મા જેવું ઊંચું જીવન જીવનારા છે અને શરણે આવેલાંને ઊંચે લઈ જનાર છે તે ગુરુ છે.
(૪) જે સંસારના તાપ-સંતાપ કઢાવી નાંખીને નિરૂપાધિક શાંતિ આપનારા છે તેને ગુરુ કહેવાય છે.
(૫) બહિરાત્મા છું પણ હજુ અંતરાત્મા નથી એવું ભાન કરાવનારા સદ્ગુરુ ભગવંત છે.
(૬) સની સમજણ અને સહુના દર્શનને પ્રાપ્ત કરીને સમતાપૂર્વક સ્વાધીન જીવન જીવતાં જીવતાં આશ્રયે આવનારને પણ નિઃસ્વાર્થભાવે, અસંગભાવે જે સતની સમજણ આપે છે એ સદ્ગુરુદેવ છે.
(૭) જે પૂર્ણ છે, વીતરાગ છે, સર્વજ્ઞ છે, નિર્વિકલ્પ છે તે દેવ છે. એવાં દેવ અને ગુરુ ઉભય છે. તેઓ જગદ્ગુરુ, જગન્નાથ, જગતપિતા છે. એવાં વીતરાગ દેવગુરુ ભગવંતોને સમર્પિત થઈને રહે છે અને સતત્ત્વનું સ્વરૂપ સમજીને સતત્ત્વમાં રમણતા કરતા હોય છે, સત્તત્ત્વનું અનુભવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org